અમદાવાદ: સગા કાકાએ મિત્ર સાથે મળી 7 વર્ષની બાળકી પર આચર્યો ગેંગરેપ, માથામાં હથિયાર મારી કરી લોહીલુહાણ

અમદાવાદ: સગા કાકાએ મિત્ર સાથે મળી 7 વર્ષની બાળકી પર આચર્યો ગેંગરેપ, માથામાં હથિયાર મારી કરી લોહીલુહાણ
પ્રતિકાત્મક તસવીર

બાળકી ઘટનાનો ભાંડો ફોડી દેશે તેના ડરથી બાળકીને ગળામાં અને માથાના ભાગે તિક્ષણ હથિયારના તથા બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા

  • Share this:
અમદાવાદ: શહેરમાં મહિલા અને બાળકીઓ પર અત્યાચારના ગુનાનો સિલસીલો ચાલુ જ છે. ત્યારે આજે અમદાવાદ(Ahmedabad)માં વધુ એક સામુહિક બળાત્કાર(Gangrape)ની ઘટના સામે આવી છે, જેમાં સમાજીક સંબંધને કલંકીત કરી નાખ્યો છે. આ ઘટનામાં સગા કાકાએ 7 વર્ષની ભત્રીજીને આંટો મારવાના બહાને મિત્ર સાથે રીક્ષામા લઈ જઈ. દુષ્કર્મ (Rape) આચરી હત્યાનો પ્રયાસ કર્યો. જે અંગે પોલીસે ગુનો નોંધી બંનેને ઝડપી લીધા છે.

તાજેતરમાં દુષ્કર્મની બનેલી અનેક ઘટનાઓ બાદ પણ કેટલાક નરાધમો સુધારવાનું નામ નથી લઈ રહ્યાં. આવો જ એક બનાવ શહેરના હાથીજણ વિસ્તારમાં સામે આવ્યો છે, જેમાં સાત વર્ષની બાળકી પર તેના જ સગા કાકાએ બળાત્કાર ગુજાર્યો સાથે તેના રિક્ષા ડ્રાઇવર મિત્રએ પણ બળાત્કાર ગુજાર્યો. અને એટલામાં ઓછું હોય તેમ બાળકીની હત્યાનો પ્રયાસ પણ કર્યો બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીના માથા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે વિવેકાનંદ નગર પોલીસે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બે આરોપીને અટકાયતમાં લીધા છે.અમદાવાદ : 'તારો પતિ મારો છે ક્યારેય નહીં છોડું', પતિ પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો

અમદાવાદ : 'તારો પતિ મારો છે ક્યારેય નહીં છોડું', પતિ પત્ની ઔર વોનો વિચિત્ર કિસ્સો

બળાત્કારના ગુનાની વાત કરીએ તો, બળાત્કારી કાકો અને તેનો રિક્ષા-ડ્રાઇવર મિત્ર 27 તારીખના રોજ પીડિતાના ઘરે ગયા અને બાળકીને રિક્ષામાં આંટો મારવાના બહાને ફરવા લઇ ગયા બાદ હાથીજણ પાસે આવેલી અવાવરું જગ્યાએ બાળકી પર એક બાદ એક બંને આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો. જોકે બાળકી ઘટનાનો ભાંડો ફોડી દેશે તેના ડરથી બાળકીને ગળામાં અને માથાના ભાગે તિક્ષણ હથિયારના તથા બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા અને લોહીલુહાણ હાલતમાં છે, બાળકીને લઈ બંને આરોપી ઘરે પહોંચ્યા. જ્યાં આરોપીઓની કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો.

સામૂહિક દુષ્કર્મ અને હત્યાના પ્રયાસના ગુનામાં પોલીસે બાળકીના બળાત્કારી કાકા અને તેના મિત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે તપાસ દરમિયાન પોલીસને મહત્વના પુરાવાઓ પણ હાથ લાગ્યા છે. જેને લઇ આરોપીને કડક સજા થાય તે માટે કોર્ટ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:November 28, 2020, 20:41 pm

टॉप स्टोरीज