સુરત: ઉકાઈ ડેમ ડેન્જર લેવલથી માત્ર 3.5 ફૂટ દૂર, વિયર કમ કોઝવે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ

સુરત: ઉકાઈ ડેમ ડેન્જર લેવલથી માત્ર 3.5 ફૂટ દૂર, વિયર કમ કોઝવે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ
નાના-મોટા ડેમો, વિયરોમાંથી પાણી છોડાઇ રહ્ના હોવાથી ઉકાઇ ડેમમાં દરરોજ ૨૫,૦૦ થી લઇને ૪૫,૦૦૦ કયુસેક સુધીનો આવરો આવી રહ્ના છે.

નાના-મોટા ડેમો, વિયરોમાંથી પાણી છોડાઇ રહ્ના હોવાથી ઉકાઇ ડેમમાં દરરોજ ૨૫,૦૦ થી લઇને ૪૫,૦૦૦ કયુસેક સુધીનો આવરો આવી રહ્ના છે.

  • Share this:
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ બંધ છે, કોઇ સિસ્ટમ પણ નથી .તેમ છતા પણ ઉકાઇ ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા સતાધીશોએ ડેમમાંથી પાણી સ્ટોરેજ કરીને સપાટી ઉપર લઇ જવાનો નિર્ણય લીધ છે. આજની તારીખમાં ડેમ હાઇએલર્ટ લેવલને પાર કરીને ભયજનક લેવલ થી સાડા ત્રણ ફુટ જ દુર છે. હાલ ઉકાઇ ડેમમાં ૪૧ હજાર કયુસેક પાણીની આવક યથાવત છે.

સપ્ટેમ્બર મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજાએ વિરામ લેતા ઉકાઇ ડેમના કેચમેન્ટમાં વરસાદ શાંત રહ્ના છે. તેમ છતા ઉકાઇ ડેમની ઉપરના ભાગમાં આવેલા નાના-મોટા ડેમો, વિયરોમાંથી પાણી છોડાઇ રહ્ના હોવાથી ઉકાઇ ડેમમાં દરરોજ ૨૫,૦૦ થી લઇને ૪૫,૦૦૦ કયુસેક સુધીનો આવરો આવી રહ્ના છે. જેના કારણે સપાટીમાં પણ વધારો થઇ રહ્ના છે.બીજી તરફ વરસાદ બંધ છે, સાથે જ સિંચાઇ માટે પાણી છોડવાનું ચાલુ હોવાથી સતાધીશોએ હાલ ડેમમાંથી પાણી છોડવાના બદલે જેટલુ પાણી આવે તેટલુ સંગ્રહવાનું નક્કી કરાયુ છે. આ નિર્ણયના પગલે ઉકાઇ ડેમના રૂલલેવલ ૩૪૦ ફૂટ થી સપાટી દોઢ ફુટથી વધારે થઇને મંગળવારે બપોરના ૧ વાગ્યા સુધી ૩૪૧.૬૩ ફૂટ નોંધાઇ હતી. આ સપાટી ભયજનક લેવલથી માત્ર ત્રણ ફૂટ જ દૂર છે.

ઉકાઇ ડેમનું હાઇએર્લટ લેવલ ૩૪૦.૮૪ ફૂટ છે. આમ હાઇએલર્ટ લેવવને પર પાર કરીને ડેમ ૯૧ ટકા ભરાઇ ચૂકયો છે. આમ ઉકાઇ ડેમમાં મંગળવારના બપોરના ૧ વાગ્યા સુધી ૪૧,૧૭૨ કયુસેક પાણીની આવક સામે હાઇડ્રોલિક માટે ૬,૨૪૯ કયુસેક પાણી આવી રહ્ના છે. આ ઉપરાંત વિયર કમ કોઝવે હજુ પણ વાહન વ્યવહાર માટે બંધ છે. હાલ વિયર કમ કોઝવેની સપાટી ૬.૨૪ મીટર છે. આ ઉપરાંત સુરત શહેર સહિત વરસાદી ઝાંપટા પડી રહ્ના છે. જેના કારણે વાતાવરણમાં કંઇક અંશે ઠંડક જાવા મળી રહી છે.
Published by:kiran mehta
First published:September 15, 2020, 17:34 pm

ટૉપ ન્યૂઝ