સુરત : બેકારીએ બે વ્યક્તિનો ભોગ લીધો, એક જ વિસ્તારમાં બે આપઘાત, ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

સુરત : બેકારીએ બે વ્યક્તિનો ભોગ લીધો, એક જ વિસ્તારમાં બે આપઘાત, ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
પ્રતિકાત્મક તસવીર

શાકભાજીની લારી ચલાવતા યુવકનો ધંધો ઠપ થઈ ગયો હતો, પરિવારે તેને ઠપકો આપતા ઘરમાં ફાંસો ખાઈ લીધો

  • Share this:
કોરોના મહામારી ને લઈને આર્થિક રીતે બેકાર બનેલા અને પરીવારનું ગુજરાન ચલાવામાં મુશ્કેલી પડતા સુરતના લીબાયત વિસ્તારના બે યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. કોરોનાની મહામારી વચ્ચે ચાલેલા લોકડાઉન અને હજુપણ મહામારી વચ્ચે કેટલાક લોકોના વેપાર ઉધોગ રાબેતા મુજબ નથી ચાલી રહ્યા અને કેટલાક લોકોની પાસે હાલમાં કામ ન હોવાને લઈ બેકાર બનેલા લોકો પરિવારનું આર્થિક ભરણ પોષણ કરવામાં નિષ્ફળ રહેતા તેમની પાયે જાણે કોઈ વિકલ્પ નહિ રહેતા આપઘાત  નું પગલું ભરતા હોય છે ત્યારે સુરત માં આવી અનેક ઘટના પોલીસ ચોપડે નોંધાય છે ત્યારે આજે વધુ બે આવી ઘટના સામે આવી છે તેપણ અકેજ વિસ્તારમાં બનતા ચકચાર મચી જવા પામી છે.

સુરત ના લીબાયત વિસ્તારમાં આવેલ  ઈચ્છાબા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય ભિકન ગુલામ પિજારી આમતો  શાકભાજીનો ધંધો કરતો હતો  પણ કોરોના મહામારી વચ્ચે તેનો વેપાર ચાલતો ન હતો જથી તે લાંબા સમયથી  શાકભાજી વેચવા જતો ન હતો  જોકે યુવાન શાકભાજી વેપાર કરવા ન જતો હોવાને લઈને પરિવારનું ગુજરાન ચલાવવામાં પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેને લઈને પરિવારે આ યુવાને ઠપકો આપ્યો હતો.આ પણ વાંચો :  સુરત : મહિલા TRB જવાનનો વીડિયો Viral, ટેમ્પો ચાલક પાસેથી હપ્તો લીધો હોવાનો આક્ષેપ

જોકે પોતાનો વેપાર ન ચાલતો હોવાને લઇને માનસિક તણાવ અનુભવતા આ યુવાનને પરિવારે પણ ઠપકો અપિયો હતો તે વાતનું લાગી આવતા ઘરમાં કોઈ નહોતું  તે સમયે ઘરનો દરવાજો બંધ કરી છત પરના  પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

જયારે બીજા બનાવમાં સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ  સંતોષ નગરમાં ગલી નંબર બેમાં રહેતા 47 વર્ષીય શ્રીનિવાસ લક્ષ્મીનારાયણ દાસારી છૂટક મજૂરી  કામ કરતો હતો. પણ કોરોના મહામારી વચ્ચે તેને યોગ્ય કામ નહિ મળતું હતું જેને લઈને તે સતત માનસિક તાણમાં છેલ્લા 6 માઇનથી પીડાતો હતો અને તેમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી તેને કામ ન મળતા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ રહ્યુ હતું.

આ પણ વાંચો : સુરત : પત્નીના વોચમેન સાથે બંધાયા હતા આડા સંબંધ, પતિને જાણ થતા કરી હતી આત્મહત્યા

આમ પરિવારનું ગુજરાત ન ચલાવી શકનાર આ શ્રમજીવીએ પણ ગળેફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી હતી. આ ઘટનાના કારણે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા.  ઘટનાની જાણ થતા જ પોલીસે આ કેસમાં કાર્યવાહી કરી છે.
Published by:Jay Mishra
First published:January 10, 2021, 15:37 pm

ટૉપ ન્યૂઝ