Home /News /south-gujarat /દીવના નાગવા બીચ પર દરીયામાં નહાવા પડેલા 2 વિદ્યાર્થી લાપતા, શોધખોળ ચાલું

દીવના નાગવા બીચ પર દરીયામાં નહાવા પડેલા 2 વિદ્યાર્થી લાપતા, શોધખોળ ચાલું

દીવના નાગવા બીચ પર દરીયામાં નહાવા પડેલા 2 વિદ્યાર્થી લાપતા

રાજકોટની જવાહર શીશુ વિહાર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે દીવ ગયા હતા

    દીવના નાગવા બીચ પર દરિયામાં નહાવા પડેલા 2 વિદ્યાર્થી લાપતા બની ગયા છે. બંને વિદ્યાર્થીઓની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ રાજકોટના છે.

    રાજકોટની જવાહર શીશુ વિહાર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે દીવ ગયા હતા. સ્કુલના કુલ 107 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સ્કુલ બસમાં દીવ આવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા પડ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થીઓ લાપતા બન્યા છે. આ લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ શરુ કરી દેવામાં આવી છે.

    વિદ્યાર્થીઓના નામ કોરડીયા અજય નથુભાઈ અને રાઠોડ પ્રીત કિશોરભાઈ છે, એક વિદ્યાર્થી ૧૫ વર્ષનો અને એક ૧૬ વર્ષનો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Students

    विज्ञापन
    विज्ञापन