Home /News /south-gujarat /

ભૂકંપમાં ચમત્કારિક રીતે બચેલી બે બહેનોએ સુરતમાં અપનાવ્યો સંયમનો માર્ગ

ભૂકંપમાં ચમત્કારિક રીતે બચેલી બે બહેનોએ સુરતમાં અપનાવ્યો સંયમનો માર્ગ

બંન્ને બહેનોની દિક્ષા ગ્રહણ બાદની તસવીર

કચ્છના ભચાઉ ગામના પરિવારની બે દીકરીઓ રિયાકુમારી અને યશ્વીકુમારીએ એક સાથે દીક્ષા અંગિકાર કરી હતી.

    ન્યૂઝ18ગુજરાતીઃ વર્ષ 2001ની વાત કરીએ ત્યારે સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ભૂકંપની વરવી યાદો માનસપટ ઉપર છવાઇ જાય છે. લોકો આજે પણ 2001ના ભૂકંપને યાદ કરતાની સાથે ધ્રૂજી જાય છે. જોકે, અહીં 2001માં કચ્છમાં આવેલા ભૂકંપમાં ભચાઉમાં રહેતી ચમત્કારીક રીતે બચેલી બે બહેનોની વાત કરીશું જેઓ સુરતમાં દીક્ષા લીધી હતી.

    એક પ્રમુખ ગુજરાતી સમાચાર પત્રમાં આવેલા સમાચાર પ્રમાણે જૈન સમુદાયમાં દીક્ષા નગરી તરીકે જાણીતા સુરત શહેરમાં સમયાંતરે દીક્ષાના નાના-મોટા સમારોહ યોજવામાં આવે છે. જેમાં બુધવારે પાલની ગુરુરામ પાવનભૂમાં વધુ એક દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમાં મૂળ કચ્છના ભચાઉ ગામના પરિવારની બે દીકરીઓ રિયાકુમારી અને યશ્વીકુમારીએ એક સાથે દીક્ષા અંગિકાર કરી હતી. હાજર શ્રાવકોએ બન્ને બહેનોનના વધામણાં કરવાની સાથે જ 2001ના ભૂકંપ સાથે જોડાયેલી બંને બહેનોની જહેમત સંઘર્ષની યાદો પણ તાજી કરી હતી.

    બધુવારે પાલ ગુરુરામપાવન ભૂમિમાં આચાર્ય વિમલપ્રભસૂરીશ્વરની નિશ્રામાં યશ્વીકુમારી દિનેશભાઇ ખંડોર અને રિયાકુમારી દિનેશભાઇ ખંડોરે સંયમ માર્ગે પ્રયાણ કર્યું હતું. વહેલી સવારે 6.45 વાગ્યે રજોહરણ કરવામાં આવ્યું હતું. તે સાથે જ યશ્વીકુમારીએ જિનમયાશ્રીજી અને રિયાકુમારીએ જિનલયાશ્રીજી સાધુનામ સ્વિકાર્યું હતું. બંને બહેનોના દીક્ષા અંગિકાર સાથે જ 2001ના ભૂકંપની તેમની સાથે જોડાયેલી યાદો પણ વાગોળવામાં આવી હતી.

    26 જાન્યુઆરી 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ સમય ભચાઉ ગામમાં પોતાના ઘરના મકાનમાં આ બંને દિકરીઓ જ રહી હતી. તે સમયે યશ્વી દોઢ વર્ષની અને રિયા ફક્ત 35 દિવસની હતી. તે મકાન જમીનમાં દટાઇ ધરાશાઇ થઇ જતાં કોઇપણ વ્યક્તિ બંને દિકરીઓને લેવા ઇજ શકે એમ ન હતું. જોકે, ત્યારબાદ આર્મીના જવાનોએ ભારે જહેમ બાદ કાટમાળ નીચેથી બંને બહેનોને બચાવી લીધી હતી. બંને બહેનોને દીક્ષાનો ભાવ થતાં બુધવારે સુરતના આંગણે દીક્ષા અંગિકાર કરી સંયમનો માર્ગ અપનાવ્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Sisters, ગુજરાત, દક્ષિણ ગુજરાત, સુરત

    આગામી સમાચાર