Home /News /south-gujarat /

સુરતમાં મારામારીની વિચિત્ર ઘટના, બે બહેનોના ઝગડામાં બંને બહેનના પુરૂષ મિત્રો થયા હોસ્પિટલ ભેગા

સુરતમાં મારામારીની વિચિત્ર ઘટના, બે બહેનોના ઝગડામાં બંને બહેનના પુરૂષ મિત્રો થયા હોસ્પિટલ ભેગા

કતારગામ પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

સગી બે બહેનના ઝગડામાં બંને બહેનના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને એક બીજા પર ચપ્પુ વડે હુમલો કરતા બંને હોસ્પિટલ પહોંચી ગયા છે.

સુરતના કતારગામમાં વિસ્તારમાં એક એવી મારામારીની ઘટના સામે છે, જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. સગી બે બહેનના ઝગડામાં બંને બહેનના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને એક બીજા પર ચપ્પુ વડે હુમલો કરતા બંને હોસ્પિટલ પહોંચી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જે જાણીને તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો. બે બહેનની લડાઈમાં બહેનોના પુરુષ મિત્ર બાખડી પડ્યા અને પછી કર્યો એક-બીજા પર જીવલેણ હુમલો.

સુરતના કતારગામ સહજાનંદ સોસાયટીમાં રહેતા સમીર હિમ્મત બલર કંસ્ટ્રકશનના વ્યવસાયી છે. સમીરને કતારગામ રહેતી હિનલ બીજલ પરમાર સાથે મિત્રતા છે, જ્યારે હિનલની બહેન ઉર્મિલાને લલીતા ચોકડી પાસેના શિવનંદન એપાર્ટમેન્ટમાં રહેતા જીજ્ઞેશ ભાવસાર સાથે મિત્રતા છે. થોડા દિવસ પહેલા બે બહેન વચ્ચે કોઈ બાબતે તકરાર થતા નાની બહેન ઉર્મિલા મોટી બહેન હિનલનું ઘર છોડીને પોતાના પુરુષ મિત્ર જીજ્ઞેશના ઘરે રહેવા ચાલી ગઇ હતી.

જોકે મોટી બહેને સમજાવા છતાંય નાની બહેન ઉર્મિલા ઘરે પરત આવતી ન હતી, જેને લઇને હિનલ પોતાના પુરુષ મિત્ર સમીર સાથે ગત તારીખ 22મીની સાંજે જીજ્ઞેશના ઘરે ગયા હતા. જ્યાં ઉર્મિલાને પરત ઘરે આવવાનું કહેતા તેણે ના પાડી હતી. જેથી સમીર અને હિનલે તેણીને મારમારતા લગતા ઉર્મિલાનો પુરુષ મિત્ર જીજ્ઞેશ તેને તેની મોટી બહેન અને તેનો પુરુષ મિત્રથી બચવા વચ્ચે પડ્યો હતો.

જેને લઇને હિનલનો પુરુષ મિત્ર સમીર આવેશમાં આવી ગયો અને તેણે જીજ્ઞેશને પગમા ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જોકે પોતાના પર હુમલો થતા જીજ્ઞેશે પણ ચપ્પુ વડે સમીરને પીઠ અને ગળાના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.

જોકે આ ઘટના બાદ બંને ઈજાગ્રસ્ત થતા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા સમીરનાભાઇ કલ્પેશે કતારગામ પોલીસમાં જીજ્ઞેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે જીજ્ઞેશે પણ સમીર અને હિનલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Published by:kiran mehta
First published:

Tags: Fight, Surat police

આગામી સમાચાર