સુરતઃ બે સાતિર ગઠિયા ઝડપાયા, ATMમાં પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થતાં આવી રીતે લોકોને છેતરતા હતા


Updated: September 19, 2020, 9:49 PM IST
સુરતઃ બે સાતિર ગઠિયા ઝડપાયા,  ATMમાં પૈસા ઉપાડવાની લિમિટ પૂરી થતાં આવી રીતે લોકોને છેતરતા હતા
આરોપીઓની તસવીર

બોગસ ડેબિટ કાર્ડ આપી દઈને છેતરપીંડી કરતી ગેંગના બે લોકોને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે.

  • Share this:
સુરતઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેન્કમાં રૂપિયા ઉપાડવા જતા લોકોને મદદ કરવાનું કહીને તેમનો ડેબિટ કાર્ડનો પિન મેળવી લઇને રૂપિયા ઉપાડવા આવતા લોકોને વાતમાં નાખી તેમનું ડેબિટ કાર્ડ લઈને તેની જગ્યાએ બોગસ ડેબિટ કાર્ડ આપી દઈને છેતરપીંડી કરતી ગેંગના બે લોકોને પોલીસે (police) ઝડપી પાડવામાં સફળતા મળી છે. જોકે પકડાયેલ આરોપીએ બે જેટલા ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી.

સુરતમાં છેલ્લા લાંબા સમયથી  એ.ટી.એમ. (ATM) મશીનમાં લોકોને મદદ કરવાના બહાને વિશ્વાસમાં લઇ પીન નંબર જાણી હાથ ચાલાકીથી એ.ટી.એમ. કાર્ડ બદલીને રોકડા રૂપિયા ઉપાડતા અને કાર્ડ વડે શોપ પરથી ખરીદી કરતા હોવાની સતત ફરિયાદો આવતા પોલીસે આ કામ કાંઈક ગેંગ દ્વારા કરતા હોવાનું સામે આવતા પોલીસ ઇવોચ રાખીને આવી એક ગેંગના બે લોકોને બાતમીના આધારે પકડી પાડ્યા હતા.

પ્રવીણકુમાર ઉર્ફે રાહુલ બરનદીન સીંગ અને શિરીષ ગીજુભાઇ પટેલને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે તેમની પાસેથી   બેન્ક ઓફ બરોડા -૨ , IDBI બેન્ક -૧ , AXIS બેન્ક -૧ , સ્ટેટ બેન્ક -૧ એમ કૂલ ૫ એ.ટી.એમ. ડીબીટ કાર્ડ તથા મો.ફોન નંગ -૧ , રોકડા રૂ .૧,૦૮,૫૦૦ મળી કૂલ રૂ .૧,૧૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્બે ક્રિયા હતા જોકે આરોપીની પૂછપરછ કરતા આ ઈસમો.૦૯ / ૦૯ / ૨૦૨૦ ના રોજ યુ.પી. ખાતેથી આરોપી નં ૧ ના મિત્ર પ્રભાકર ઉપાધ્યાય, બબલુ ઉપધ્યાય, બિપીન અને શ્રવણ નામના ચાર ઇસમો સ્વીફ્ટ ડીઝાયર કારામાં આવેલા.

આ પણ વાંચોઃ-વેપારીઓ સાવધાન! અમદાવાદમાં covid-19 ગાઈડલાઈનના ભંગ બદલ એબી જ્વેલર્સ સીલ કરાયું

તેમની સાથે મળીને સચીન જી.આઇ.ડી.સી. વિસ્તારમાં સવારે ૮-૯ વાગ્યે એક્સીસ બેન્કના બે અલગ - અલગ એ.ટી.એમ. માંથી એક મહિલા અને એક પુરૂષને એ.ટી.એમ. માંથી પૈસા ઉપાડતી વખતે મદદ કરવાના બહાને તેમનો એ.ટી.એમ. નો પીન નંબર જાણી લીધો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ TRB જવાનની દાદાગીરીનો વધુ એક વીડિયો વાયરલ, ટેમ્પોને અટકાવી ચાલકને માર્યો મારઆ પણ વાંચોઃ-FACT Check: શું મોદી સરકાર દરેક ઘર ઉપર ફ્રીમાં સોલર પેનલ લગાવી રહી છે? જાણો સચ્ચાઈ

વાતોમાં પાડીને તેમનો એ.ટી.એમ. કાર્ડ બદલીને અન્ય સહ - અરોપીઓને એ.ટી.એમ. કાર્ડ અને પીન નંબર આપી ભોગબનનાર એ.ટી.એમ. કાર્ડ બ્લોલ કરે તે પહેલા તુરંતજ અન્ય એ.ટી.એમ. ઉપર જઇ રોકડા રૂપિયા ઉપાડી લીધેલા અને રોકડા રૂપિયાની લીમીટ પુરી થયા બાદ અલગ - અલગ શોપ ઉપર જઇ શુઝ, મીચર મશીન , સેવીંગ મશીન વગેરેની ખરીદી કરી લેતા બાદમાં ઓછા ભાવે તે વેચી નાખતા હતા.

જોકે પોલીસે સચિન વિત્તરમાં બનેલા બે ગુણ ઉકેલવામાં સફળતા મળી છે. જોકે પકડાયેલ આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે પકડાયેલ આરોપીમાંથી  પ્રવીણકુમાર ઉર્ફે રાહુલ બરનદીન સીંગ વિરુદ્ધ તર પ્રદેશના મિર્જાપુરમાં પણ એક ગુનો દાખલ હોવાનું મલમ પડ્યું છે. જોકે પોલીસે આ ઈસમોની વધુ પૂછપરછમાં અનેક આવી ઠગાઈના ભેદ ઉકલે તેવી આશંકા છે.
Published by: ankit patel
First published: September 19, 2020, 9:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading