Suratમાં એક રાતમાં બે હત્યા: ભેસ્તાનમાં યુવાનની અને લાલગેટમાં આધેડની હત્યા

ગણેશ વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારમાં હત્યાના બે બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી

News18 Gujarati
Updated: September 13, 2019, 2:44 PM IST
Suratમાં એક રાતમાં બે હત્યા: ભેસ્તાનમાં યુવાનની અને લાલગેટમાં આધેડની હત્યા
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 13, 2019, 2:44 PM IST
કિર્તેશ પટેલ, સુરત: સુરત શહેરમાં એક રાતમાં બે હત્યાઓની ઘટના બની છે. ગણેશ વિસર્જનના દિવસે પોલીસ બંદોબસ્તમાં હતી ત્યારે રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારમાં હત્યાના બે બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
ભેસ્તાનમાં 19 વર્ષના યુવકના ગુપ્તાંગમાં ચાકુ મારીને તેની હત્યા કરાઈ હતી. જ્યારે વેડ રોડ પર લાલગેટની હદમાં બકરીના માલિકોએ આધેડની હત્યા કરી હતી.

ભેસ્તાન આવાસમાં રહેતા રહેતો 19 વર્ષિય શાહરૂખ ઉર્ફે બાબા કલીમ શેખ છુટક કામ કરે છે. ગુરૂવારે રાત્રે ભેસ્તાન આવાસમાં તેના ઓળખીતા સાથે ઝગડો થયો હતો. તેમાં બે જણાએ શાહરૂખ પર હુમલો કર્યો હતો. તેમાં એકે શાહરૂખને ગુપ્તાંગમાં અને પીઠ પર ચપ્પુ મારી દેતા ગંભીર રીતે ઇજા પામ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યાં સારવાર દરમિયાન શાહરૂખનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજા બનાવમાં, લાલગેટ પોલીસની હદ્દમાં વેડ રોડ પર જીલાની બ્રિજ પાસે આધેડની હત્યા કરાઈ હતી. વેડ દરવાજા પાસે મુસીબતપુરામાં રહેતા ગુલામ મહમદ હુસેન શેખ રિક્ષા ચલાવે છે. તેમના ઓળખીતાની બાઇકનો વાયર એક બકરીએ ચાવી ખાધો હતો. આથી ગુલામ શેખ જેની બકરી છે તે સમીર માંડવાને કહેવા ગયા હતા.

તેથી સમીર અને તેના સાગરિતો હર્ષદ અને લાલાએ ગુલામ સાથે ઝઘડો કર્યો હતો. ગુલામને ચપ્પુના ત્રણેક ઘા મારી દીધા હતા. ગુલામ શેખ ગંભીર રીતે ઘ‌વાયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મોડી રાત્રે લાલગેટે બનાવવાળા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો.

આ મામલે પણ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Loading...

 
First published: September 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...