સુરત લઠ્ઠાકાંડમાં વધુ બે યુવકોના શંકાસ્પદ મોત

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 4:11 PM IST
સુરત લઠ્ઠાકાંડમાં વધુ બે યુવકોના શંકાસ્પદ મોત
સુરતઃસુરતમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં વધુ બે યુવકોના મોત થતા શંકાસ્પદ મોતનો આંક ચાર પર પહોંચી ગયો છે. કતારગામ વિસ્તારમાં બે ના મોત બાદ સારવાર હેઠળ રહેલા યુવકનું પણ મોત થયું હતું .તો પાંડેસરમાં પણ એક યુવાનનું દારૂ પીધા બાદ મોત થયું હોવાનું સામે આવતા બંનેનાં મોત પાછળ શંકાસ્પદ લઠ્ઠાકાંડ હોવાની આશંકા સેવાઇ રહી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 18, 2017, 4:11 PM IST

સુરતઃસુરતમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં વધુ બે યુવકોના મોત થતા શંકાસ્પદ મોતનો આંક ચાર પર પહોંચી ગયો છે. કતારગામ વિસ્તારમાં બે ના મોત બાદ સારવાર હેઠળ રહેલા યુવકનું પણ મોત થયું હતું .તો પાંડેસરમાં પણ એક યુવાનનું દારૂ પીધા બાદ મોત થયું હોવાનું સામે આવતા બંનેનાં મોત પાછળ શંકાસ્પદ લઠ્ઠાકાંડ હોવાની આશંકા સેવાઇ રહી છે.

પાંડેસરામાં પ્રવિણ પાટીલ નામના યુવકનું શંકાસ્પદ મોત થયું છે.રવિવારે દેશી દારૂ પીધા બાદ ગઈકાલે તબિયત લથડી હતી. પ્રકાશ ઠાકોરનું પણ સુરત સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.અત્યાર સુધી 6 લોકોના શંકાસ્પદ મોત થયા છે.

સુરતના કતારગામ વિસ્તારની. કતારગામ જયરામ મોરારજી ની વાડી પાસે બ્રિજ નીચેથી પ્રકાશ ઠાકુર નામનો એક યુવાન દારૂ પીધા બાદ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેથી 108 દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ પ્રકાશનું મોત નીપજ્યું હતું. પ્રકાશનું મોત દારૂ પીવાના કારણે થયું હોવાની આશંકા બે પગલે પોલીસે તેના લોહીના રિપોર્ટ લઇ વિશેરા લઇ તપાસ અર્થે મોકલી આપ્યા છે. તો બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટીમાં રહેતા પ્રવીણ પાટીલનું દારૂ પીધા બાદ શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે.

First published: January 18, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर