સુરતઃ કોરોના વાયરસને (coronavirus) લઈને લોકડાઉન (lockdown) ખુલતાની સાતે સુરત અનેક ગુનાખોરી સતત સામે આવી રહી છે. ત્યારે માછલી ભરીને સુરત આવેલા એક ટેમ્પો ચાલાક પાસે બે યુવકોએ પૈસા માંગણી કરી હતી. જોકે, ચાલકે ના પડાતા બંને યુવકોએ તેનો મોબાઈલ ઝૂંટવીને ભાગ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ એક યુવકને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ બીજો યુવક પણ પકડાયો હતો. બંને યુવકો લૂંટારું હોવાથી લોકોએ તેમને મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો.
મળતી માહિતી પ્રમાણે લોકડાઉનના કારણે બેકાર બનેલા યુવકો ગુનાખોરી તરફ વધી રહ્યા છે. કારણ કે સવાર પડતા જ સુરતમાં નવા પ્રકારના ગુનાઓ સામે આવી રહ્યા છે. આવી વધુ એક ઘટના સુરતમાં બની હતી. ગીર સોમનાથના ચીખલીના રહેવાસી વિજય બાબુભાી સોલંકી માછલીઓ બોલેરો પીકમાં લઈને પોતાના મિત્ર સાથે સુરતના નાનપુરા ખાતે આવ્યા હતા.
ત્યારે આજે સવારે નાનપુરામાં મક્કાઇપુલ પાસે બોલેરોની બાજુમાં સવારે બેઠા હતાં. ત્યારે બે ઈસમો આવ્યા અને વિજયને ધાક ધમકી આપીને રૂપિયાની માંગ કરી હતી. પરંતુ વિજય પાસે રૂપિયા ન હોવાથી ઈસમોએ ખીસ્સામાંથી મોબાઈલ લઈને નાસી રહ્યાં હતાં. આ સમયે વિજયે તેના મિત્રને બૂમ મારી અને બન્નેએ પીછો કરીને એક ઈસમને ઝડપી લીધો હતો.
જ્યારે બીજો ઈસમ મોબાઈલ લઈને નાસી ગયો હતો. વિજય અને તેના મિત્રએ પકડી પડેલા લૂટારુંને બરાબરનો મેથીપાક આપીને તેના અન્ય સાગરીત વિશે પૂછતા અને લૂંટાયેલા ફોનમાં અવારનવાર રીંગ કરતા આખરે બીજાએ પોન રિસિવ કર્યો અને કહ્યું કે, સિવિલ હોસ્પિટલમાં છું તમે મોબાઈલ લઈ જાઓ. હું ફોન આપી દઈશ.
એટલે વિજય તેના સુરતના મત્સ્ય ઉદ્યોગના વેપારી સાથે સિવિલ હોસ્પિટલ ગયો હતો. અને બીજો લૂંટારું પણ પકડાયો હતો. લોકોએ લૂંટારું હોવાનું સાંભળી જાહેરમાં તેને ફટકાર્યો હતો. આખરે સિવિલમાંથી પકડાયેલા લૂંટારુંને લઈ અથવા પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. પોલીસે આ મામલે ફરિયાદ આપતા આ મામેલ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.