Home /News /south-gujarat /

સુરત: BF સાથેનાં ફોટા બતાવી 15 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી, બે સગીરોએ આચર્યું દુષ્કર્મ

સુરત: BF સાથેનાં ફોટા બતાવી 15 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી, બે સગીરોએ આચર્યું દુષ્કર્મ

15 વર્ષની સગીરા પર દુષ્કર્મ

Surat Crime: માનદરવાજા ખાતે રહેતી 15 વર્ષીય સગીરા સાથે સ્થાનિક વિસ્તારમાં જ રહેતા બે સગીરોએ દુષ્કર્મ (Rape On Minor) આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બોયફ્રેન્ડ સાથેના ફોટા બતાવી તેને બ્લેકમેઇલ (Blackmail) કરતા હતાં. આ બંનેએ બદકામ બાદ અશ્લીલ વીડિયો (Video Viral)બનાવી વાયરલ કર્યો હતો . આ કેસમાં સુરત પોલીસે (Surat Police) ચાર સગીરોની અટકાયત કરી હતી 

વધુ જુઓ ...
કિર્તેશ પટેલ, સુરત: શહેરનાં માનદરવાજા વિસ્તારમાં (Surat City) એક કિશોરી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે જોકે આ ઘટનામાં બળાત્કાર કરનાર (Rape On Minor) આરોપીઓ પણ સભ્ય પરિવારનાં હોવાનું સામે આવતા ચકચાર મચી ગઇ હતી. સુરત માનદરવાજા ખાતે રહેતી 15 વર્ષીય સગીરાને સ્થાનિક વિસ્તારમાં જ રહેતા યુવક સાથે મિત્રતા હતી . આ વાતની જાણ પડોશમાં રહેતા વિધર્મી સહિત 17 વર્ષનાં બે સગીરોને હતી. તેમણે ગત 7મી એપ્રિલે બપોરનાં સમયે પીડિતાને કામના બહાને પોતાના ઘરે બોલાવી હતી . અહીં બળજબરીથી (Blackmail) સગીરાને પહેલા માળે લઇ જઇ બોયફ્રેન્ડ સાથેના ફોટા બતાવ્યા હતા.

આ પણ વાંચો-સુરત: આ 42 ડિગ્રી ગરમીમાં પ્રાણીઓ ડીહાઇડ્રેશનનો શિકાર ન બને તે માટે ZOO સંચાલકોની ખાસ વ્યવસ્થા

અને આ ફોટા તેનાં માતા - પિતાને બતાવવાની ધમકી આપી બંને સગીરોએ પીડિતા સાથે વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું . સગીરાને માર મારી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો . એક સગીરે પોતાના મોબાઇલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો . અને આ વીડિયો વાયરલ પણ કરાયો હતો . આ ઘટના બની ત્યારે બંને આરોપીના બે સગીર મિત્રોએ ઘરની ગેલેરીમાં ઊભા રહી પહેરો ભર્યો હતો .

સગીરાને બ્લેકમેઇલ કરી બદકામ કરવા સાથે અશ્લીલ વીડિયો વાયરલ કરી બદનામ કરવાની પણ કરતૂત કરાઇ હતી . સમગ્ર મામલો સલાબતપુરા પોર્લીસમાં પહોંચતા પોલીસે બળાત્કાર , મારપીટ પોક્સો અને આઇટી એક્ટની કમલો અંતર્ગત ગુનો નોંધી દુષ્કર્મ કરનારા બે અને પહેરો ભરનારા બે એમ ચાર સગીરોની અટકાયત કરી હતી . પોલીસે સગીરાનું તબીબી પરીક્ષણ પણ કરાવ્યું હતું. માનદરવાજા વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી . આ કેસની વધુ તપાસ એસસીએસટી સેલના દ્વારા કરવામાં આવી રહી છે.
Published by:Margi Pandya
First published:

Tags: Crime news, Surat Crime, Surat police

આગામી સમાચાર