સુરતઃ ઓફિસમાં ઘૂસી બે લોકોએ વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો

News18 Gujarati
Updated: September 29, 2019, 8:49 PM IST
સુરતઃ ઓફિસમાં ઘૂસી બે લોકોએ વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો
સીસીટીવીની તસવીર

સુરતના માલીની વાડી ખાતે એમ્બ્રોઇડરીના ખાતાના ખાતેદાર ઉપર બે હુમલાખોરોએ ચપ્પુથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (surat) માલીની વાડી ખાતે એમ્બ્રોઇડરીના ખાતાના ખાતેદાર ઉપર બે હુમલાખોરોએ ચપ્પુથી હુમલો (knife attack)કરી ફરાર થઈ ગયા હતા. ખાતાની અંદર લાગેલા સીસીટીવીમાં (CCTV)કેદ થયો છે. ખૂની ખેલ જાણે (surat police) સુરત પોલીસ માટે આવા કિસ્સો સામન્ય લાગી રહ્યા છે. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હજુ પણ આરોપીઓ પકડ્યા નથી.

સુરતમાં એક વેપારીની ઓફિસમાં બે ઇસમો પાઇપ સહિતના હથિયારો સાથે પહોંચ્યા હતા. નવાઝ યાશીન ફતાહ અને શકિલ નામના આરોપીઓએ પૈકી નવાઝ દ્વારા પ્રથમ વેપારીના વાળ પકડી લીધા હતા. અને ત્યાર બાદ વેપારી પોતાનો બચાવ કરવા માટે ઉભા થયા ત્યારે, નવાઝે અચાનક પાછળ કમરના ભાગમાંથી ચપ્પુ કઢ્યું હતું અને સીધો હુમલો કરી દીધો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આરોપી એમ્બ્રોઇડરીના ખાતામાં ઘૂસી ગયા હતા અને ખૂની ખેલ ખેલ્યો હતો. જેમાં વેપારી નાસીરને ગંભીર ઇજાઓ પોહચી છે. માથા પર તો 13 ટાકા લેવાનો વારો આવ્યો હતો. જ્યારે છાતી અને પગના ભાગે પણ ઇજાઓ પોહચી છે. નાસીર હાલ પણ અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ અને બંને હુમલાવારો હજી પણ પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચોઃ-વલસાડઃ રૂ.15 હજારની લાંચ લેતા બે પોલીસ કર્મીઓ રંગેહાથે ઝડપાયા

જ્યારે આ ઘટના 23 તારીખે બની હતી. ત્યાં આજે 29 તારીખ થઈ હોવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી નથી તેમ પણ આરોપીઓ નામ ખુલી ગયા ઉપરાંત સીસીટીવીમાં આખી ઘટના કેદ થઇ ગઇ છે.
First published: September 29, 2019, 8:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading