સુરતઃ છોટા રાજન ગૅંગના નામે રૂ.10 લાખની ખંડણી માંગનાર બે લોકોની ધરપકડ

News18 Gujarati
Updated: September 28, 2019, 9:45 PM IST
સુરતઃ છોટા રાજન ગૅંગના નામે રૂ.10 લાખની ખંડણી માંગનાર બે લોકોની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચની તસવીર

ઑફિસના કર્મચારી રાજન માવાપુરી તેના મલિક મામલે ધમકી આપવા સાથે રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી હતી.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરતઃ surat શહેરમાં ફરી અન્ડરવલ્ડના નામે ધમકી સાથે ખંડણી (Ransom) માંગવાની ઘટના સામે આવી હતી. આ મામલે બિલ્ડર દ્વારા ફરિયાદ કરતા ક્રાઇમ બ્રાન્ચે (crime branch) આ ગૅંગના બે સાગરિકોને ઝડપી પાડ્યા છે. જોકે પોલીસ (police) મુખ્ય આરોપીને ટૂંક સમયમાં ઝડપી પાડવાનો દાવો પણ કરી રહી છે.

સુરતના વેસુના બિલ્ડર નેહલ કાંતીલાલપોતાના સીટીલાઇટ રોડના હિરાપન્ના શૉપિંગ સેન્ટરમાં ઑફિસ ધરાવે છે. બિલ્ડર નેહલ બે દિવસ પહેલા માથાભારે અનિલ કાઠી અને છોટા રાજના ગેંગ સાથે ઘરોબો ધરાવતા ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી સહિત સાતથી આઠ જણા હીરાપન્ના શૉપિંગ સેન્ટરની ઑફિસમાં જબરજસ્તી ઘૂસી ગયા હતા.

ઑફિસના કર્મચારી રાજન માવાપુરી તેના મલિક મામલે ધમકી આપવા સાથે રૂપિયા 10 લાખની ખંડણી પણ માંગી હતી. જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં (CCTV) કેદ પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. જેમાં સીસીટીવી માં દેખાતા તમામ આરોપીની ઓળખ કરીને આ ગૅંગના અને અનિલ કાઠી માટે કામ કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપી અગાવ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચૂકયા હતા

પકડાયેલ આરોપી સાકીર અગાવ ધંધુકા પોલીસ સ્ટેશનમાં બળાત્કારમાં, બોટાદના બરવાળા પોલીસમાં મારામારીમાં અને નડિયાદના માતર પોલીસમાં દારૂના ગુના પકડાઈ ચૂક્યો છે. જયારે સાકીર જામનગરના કાલાવડ પોલીસમાં દારૂ પીવાના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.

આ પણ વાંચોઃ-સુરતઃ પિતાએ પુત્રનું અપહરણ કર્યું, પોલીસે બાળકને છોડાવી માતાને કબજો આપ્યો

આ ઈસમો લોકોલ ગૅંગસર અનિલ કાઠી માટે કામ કરે છે. જોકે આ ઘટના અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી પોલીસ પકડથી દૂર છે ધર્મેન્દ્ર પંજાબી છોટા રાજન ગૅંગના ઓ.પી.સીંગનો સાળો હોવા સાથે ભૂતકાળમાં છોટા રાજન ગૅંગ માટે કામ કરતો હતો. જોકે અર્ન્ટ્રી થતા પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. અને અનિલ કાઠી ધર્મેન્દ્ય માટે કામ કરતો હતો તેના પર પણ અનેક ગુના દાખલ થયેલા છે.પોલીસે કાર્યવાહી કરી આ ગૅંગના બે લોકો ને ઝડપી પાળિયા છેઅને અનીય આરોપી ને પણ જલ્દી ઝડપી પાડવામાં સુરત પોલીસ ને સફળતા મળશે તેવી તેમને આશા છે.

આરોપીના નામ
સાકીર ઉફે ભાણો આરીફ ભાઈ મેમન
વસીમ ઉફે ભાણો બશીરભાઈ સાહમદાર
First published: September 28, 2019, 9:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading