સુરતઃ24કલાકમાં ફાયરિંગની બે ઘટનાથી પોલીસ દોડતી

VINOD LEUVA | Pradesh18
Updated: January 16, 2017, 9:26 AM IST
સુરતઃ24કલાકમાં ફાયરિંગની બે ઘટનાથી પોલીસ દોડતી
સુરતઃસુરતમાં છેલ્લા માત્ર 24 કલાકમાં બે ફાયરિંગની ઘટનાઓએ સુરત પોલીસને દોડતી કરી દીધી છે. રાંદેર બાદ મોડીસાંજે લીંબાયત વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનાવ પામી હતી. જુના ઝઘડાની અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે ફાયરિંગ કર્યા બાદ ત્રણ ઈસમોએ ભાગવાની કોશિશ કરી હતી જે ત્રણ પૈકી એક લોકોના હાથે ઝડપાઇ જતા લોકોએ તેની સરાજાહેર ધોલાઈ કરી હતી. જેના કારણે હાલ તો ફાયરિંગ કરનાર અને ગોળી વાગનાર બંને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરત શહેરના લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં માનસરોવર સોસાયટી પાસે આવેલ એસએમસી આવાસમાં રહેતો સતીષ ઉર્ફે કાલિયો વિજયભાઈ દુબે મોડીસાંજે પોતાના મિત્રો સાથે અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન તિવારી નામનો તથા અન્ય ત્રણ ઈસમો બાઈક લઇ ત્યાં આવ્યા હતા અને સતીષને નીચે બોલાવ્યો હતો. સતીશ નીચે આવતની સાથે જ તિવારીએ તેના પર ફાયરિંગ કર્યું હતું। જેના કારણે ગોળી સતીષને કમરના ભાગે વાગી હતી. જેથી સતીશ ત્યાં જ લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. જેથી સ્થાનિક લોકોએ તાત્કાલિક સતીષને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો.

સતીશ પર ફાયરિંગ થતાની સાથે જ તેના મિત્રો દોડી આવ્યા હતા અને અન્ય સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ફાયરિંગ કરનાર તિવારી તથા અન્ય બે ઈસમોએ પલ્સર 220 સીસી ની બાઈક પર ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. આ બનાવમાં તિવારીના બે મિત્રો ભાગવામાં સફળ રહયા હતા જયારે લોકોએ તિવારી ને ઝડપી પાડ્યો હતો. અને બરાબર ધોલાઈ કરી હતી. એટલું જ નહિ પરંતુ તેની બાઇકનો પણ કચ્ચરઘાણ કરી નાખ્યો હતો. લોકોના મારથી અધમૂવા થયેલા તિવારીને પણ આખરે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
 
First published: January 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर