સુરત : 12 લાખના સોના સાથે 2 ગેંગસ્ટર ઝડપાયા, અમરસિંહ હત્યા-લૂંટ, અપહરણનાં 37 ગુનામાં સામેલ

સુરત : 12 લાખના સોના સાથે 2 ગેંગસ્ટર ઝડપાયા, અમરસિંહ હત્યા-લૂંટ, અપહરણનાં 37 ગુનામાં સામેલ
સુરતના આ ગેંગસ્ટરમાં અમરસિંહની કહાણી જાણીને ચોંકી જશો

હું જે ગામમાં રહું છું તે ગામમાં મોટેભાગના લોકો ચોરી-લૂંટ કરે છે, જેથી મને 16 વર્ષની ઉમરે થયું કે, હું પણ ચોરી કરૂ', હત્યા-અપહરણ, લૂંટ-ચોરી જેવા 37 ગુનાને અંંજામ આપનાર કુખ્યાત શખ્સો ઝડપાયા

  • Share this:
સુરત : ફિલ્મોમાં જેવા વિલન જોવા મળતા હોય છે તેવા જ કુખ્યાત શખ્સો સમાજમાં પણ અસ્તિત્વ ધરાવે છે. હકિકતે તો ફિલ્મોમાં સમાજમાં બનતી ઘટનાઓનો અરીસો જ દેખાડવામાં આવતો હોય છે ત્યારે સુરતમાં (Surat) પણ આવા જ બે ફિલ્મી વિલન (Criminalss) જેવા લુખ્ખા તત્વોને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ખૂન, (Murder) અપહરણ, (Kidnapping) લૂંટ (Loot) અને ઘરફોડ ચોરીમાં (Theft) કુખ્યાત બે રીઢા આરોપીને ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસીંહ રાજપૂત તથા જગદીશ ઉર્ફે જે.કે. ઉર્ફે જેડી તારાજી લોહાર પાસેથી સોનાના ઘરેણાં રૂ.12 લાખ, રોકડ 4.15 લાખ, 7 મોબાઇલ 47 હજાર, ડોંગલ અને બેગ સહિત 16.64 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

એક માસ પહેલા મહિધરપુરાની હદમાં આ ટોળકીએ સહયોગ સોસાયટીમાંથી 90 હજારની ચોરી કરી હતી. અગાઉ ભેરારામ ઉર્ફે ભરત મેઘવાડ પકડાયો હતો. ત્યાર બાદ ટોળકીએ બેંગલોરમાં ઝવેરાતની દુકાનમાંથી 1 કિલો સોનુ અને રોકડની ચોરી હતી. રાજસ્થાનમાં પણ 2019માં ચોરી કરી હતી. બંને ચોર પકડાતા બેગ્લોર, રાજસ્થાનનો ગુનો ઉકેલાયો હતો. અમર ચોરીના કેસમાં અને જગદીશ ચોરી તેમજ આર્મ્સ એકટના ગુનામાં નાસતા ફરતા હતા.આ પણ વાંચો :  મોરબી : જઘન્ય ઘટના! દીકરાએ સગી મા-બહેનની હત્યા કરી, તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી રહેંસી નાખ્યા

16 વર્ષની ઉમરે પહેલી ચોરી કરી, 26 વર્ષની ઉમરે અત્યાર સુધીમાં 37 ગંભીર ગુનાઓને અંજામ આપ્યો નામ અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસીંહ રાજપૂત, ઉ.વ. 26, કામ-ચોરી-લૂંટફાટ, હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનાઓ કરવાનું, રહેવાસી સરસપુર, અમદાવાદ અને મૂળ રહેવાસી રાજસ્થાન સિરોહીના જાવાલ ગામનો. આ રીઢાચોરે વર્ષ 2010માં 16 વર્ષની ઉમરે કોટડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કરવાની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો :  સુરત : મહિલા નાયબ મામલતદારનો ફોન ચોરાયો, અંગત તસવીરો Viral કરવાની ધમકી સાથે ખંડણીની માંગ

પોલીસના હાથે પકડાયો ત્યારે તેણે કહ્યું કે, હું જે ગામમાં રહું છું તે ગામમાં મોટેભાગના લોકો ચોરી-લૂંટ કરે છે, જેથી મને 16 વર્ષની ઉમરે થયું કે, હું પણ ચોરી કરૂ, પછી પહેલી ચોરી, બીજી ચોરી આમ કરતા કરતા અત્યારે 26 વર્ષની ઉમરે રાજસ્થાન,અમદાવાદ,સુરત અને બેંગલોરમાં 37 ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે. જેમાં 30 ચોરી અને લૂંટ છે. ઉપરાંત અમદાવાદ તેમજ રાજસ્થાનમાં તે લૂંટ અને મર્ડરના ગુનામાં તદ્ઉપરાંત વિશાખાપટ્ટનમ ખાતે અપહરણના ગુનામાં પકડાયો હતો.

આ પણ વાંચો : સુરત : કરિયાણાની દુકાનમાં વેચાઈ રહ્યુ હતું અફીણ! પોલીસના દરોડામાં 4 કિલો જથ્થો, 11 લાખ રોકડા ઝડપાયા

સુરતમાંથી ઝડપાયેલા આ ગેંગસ્ટરોની કબૂલાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અત્યારસુધીમાં આંતરાજ્યા ચોરી, લૂંટ અને અપહરણ જેવા સંગીન ગુનાઓ આચરીને નાસતા ફરતા આ લુખ્ખા તત્વોને દિવાળી પહેલાં ઝડપી પાડી શહેરની સલામતી માટે પોલીસે મોટી સફળતા મેળવી છે.
Published by:Jay Mishra
First published:November 08, 2020, 12:48 pm

ટૉપ ન્યૂઝ