Home /News /south-gujarat /સુરતીઓ બેન્કમાં પૈસા ભરવા જતા રહો સાવધાન! યુવક પાસેથી રૂ.49,000નું બંડલ લૂંટી બે ગઠિયા ફરાર

સુરતીઓ બેન્કમાં પૈસા ભરવા જતા રહો સાવધાન! યુવક પાસેથી રૂ.49,000નું બંડલ લૂંટી બે ગઠિયા ફરાર

પ્રતિકાત્મક તસવીર

પાકિંગમાં સ્લીપ ભરતી વખતે ગઠિયાએ બેન્ક ઍકાઉન્ટ નંબર ભુલી ગયો હોવાનું કહેતા બજરંજલાલ ઉભો થઈ બેન્ક તરફ જતી વખતે ગઠિયાઓ પણ તેની પાછળ આવતા હતા. અને રૂ.49 હજારનું બંડલ કાઢતા તેના હાથમાંથી ઝુટવી લીધુ હતી.

સુરતઃ શહેરના ભટાર રોડ (Bhatar road) પુજા-કિરણ ઍપાર્ટમેન્ટમાં આવેલ બેન્ક ઓફ બરોડામાં (Bank of Baroda) રૂપિયા 49 હજાર ભરવા ગયેલા યુવકને ભેટી ગયેલા બે બદમાશોઍ પૈસા ભરવાની સ્લીપ ભરી આપવાને બહાને બેન્કની બહાર પાર્કિંગમાં લઈ ગયા બાદ લૂંટી (money loots) નાસી ગયા હતા. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બેકમાં રૂપિયા ભરવા જતા લોકોને પણ કેટલાક ઈસમો ટાર્ગેટ બનાવી તેમની પાસેના રૂપિયા ઉભા રહીને રૂપિયા ભરવા આવેલા લોકોને વિશ્વાસમાં લઇને તેમના રૂપિયા લઇને રફુ ચકર થવાની સતત ઘટના સામે આવી રહી છે ત્યારે આવી એક ઘટના પોલીસ મથકમાં નોંધવા પામી છે.

સુરતના પરવત પાટીયા મોડલ ટાઉન જૈનનગરમાં રહેતા મૂળ રાજસ્થાનના ચુરુના વતની 24 વર્ષીય બજરંગલાલ રામકુમાર ગોદારા તેના માસીના દીકરા બજરંગ રામસીંગ રાવની ભટાર રોડ અર્જુન કોમ્પ્લેક્ષમાં આવેલ ઍસ.આર. સ્પોર્ટ નામની દુકાનમાં નોકરી કરે છે.

બજરંગલાલને ગઈકાલે બપોરે પોણા ત્રણેક વાગ્યે બજરંગ રાવે રૂપિયા 49,000 ભટાર રોડ પુજા-કિરણ ઍપાર્ટમેન્ટમાં આવલે બેન્ક ઓફ બરોડામાં ભરવા માટે મોકલ્યો હતો. બજરંગલાલ બેન્કમાં પૈસા ભરવાની સ્લીપ ભરતો હતો. તે વખતે ઍક અજાણ્યો તેની પાસે આવી સ્લીપ ભરી આપવાનુ કહ્નાં હતું.

આ પણ વાંચોઃ-ઓડિશામાં પણ બની વડોદરા જેવી હૃદયદ્રાવક ઘટના! વિદાય વખતે દુલ્હન એટલું રડી કે શરીરમાંથી નીકળી ગયા પ્રાણ

આ પણ વાંચોઃ-કારમાં સેક્સ કરવું કપલને ભારે પડ્યું, covid-19 નિયમના ભંગ બદલ અધિકારીએ ફટકાર્યો રૂં.40,000નો દંડ

જાકે બજરંગલાલે સ્લીપ સીક્યુરીટીવાળો ભરી આવશે હોવાનું કહેતા અજાણ્યાના બીજા સાગરીતે સીક્યુરીટીવાળો બીજા કામમાં છે તમેજ સ્લીપ ભરી આપો હોવાનુ કહી બજરંગલાલને સ્લીપ ભરવાને બહાને બેન્કની બહાર પાર્કિંગમાં લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ત્રણ અકસમાતમાં ત્રણના મોત, ભત્રીજાના લગ્ન પહેલા જ કાકાનું મોત, ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા, પરિવાર પર આભ તૂટ્યું

આ પણ વાંચોઃ-ક્રૂર બાપની કરતૂત! પુત્રવધૂના પ્રેમમાં આંધળા સસરાએ પોતાના 16 મહિનાના માસૂમ બાળકને નહેરમાં ફેંકી દીધો

પાકિંગમાં સ્લીપ ભરતી વખતે અજાણ્યા્ઍ બેન્ક ઍકાઉન્ટ નંબર ભુલી ગયો હોવાનું કહેતા બજરંજલાલ ઉભો થઈ બેન્ક તરફ જતી વખતે અજાણ્યાઓ પણ તેની પાછળ આવતા હતા. અને બજરંગલાલે ઍક હજાર રૂપિયા મુકવા માટે રૂપિયા 49 હજારનું બંડલ કાઢતા તેના હાથમાંથી ઝુટવી લીધુ હતી.
" isDesktop="true" id="1077581" >બીજા સાગરીતે ધક્કો મારી બંને જણા લૂંટ ચલાવી ભાગી ગયા હતા. બનાવ અંગે બજરંગલાલે દુકાને જઈ બજરંગ રાવને વાત કર્યા બાદ ફરિયાદ નોધાવતા ખટોદરા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Latest crime news, Surat na samachar

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन