સુરત: લોકડાઉન અને ગરમીથી કંટાળી નહેરમાં નાહવા પડેલા બે મિત્રો પાણીમાં ગરકાવ, બંનેના મોત


Updated: April 30, 2020, 10:59 PM IST
સુરત: લોકડાઉન અને ગરમીથી કંટાળી નહેરમાં નાહવા પડેલા બે મિત્રો પાણીમાં ગરકાવ, બંનેના મોત
પ્રતિકાત્મક તસવીર

બંને યુવાન ઘર નજીક કેનાલમાં નાહ્વા ગયા હતા, સાંજ સુધી ઘરે ના આવતા પરિવાર ચિંતામાં ગરકાવ થયો, આખરે બંનેની લાસ અલગ-અલગ જગ્યાથી મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું

  • Share this:
સુરત : કોરોના વાઇરસના સંક્રમણને અટકાવા તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે, ત્યારે બીજા તબક્કાના લોકડાઉન વચ્ચે લોકો પોતાના ઘરમાં પણ કંટાળી ગયા છે, તેનું કારણ ગરમી પણ છે. આવી જ રીતે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ થયેલા બે યુવાનો ગઈકાલે સવારે નહેરમાં નાહવા જતા ડૂબી ગયાના સુરતથી સમાચાર સામે આવતા ચકચાર મચી ગઈ છે.

ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરાભાઠા નજીક આવેલ પંચશીલ નગરમાં રહેતો ૨૫ વર્ષીય ધર્મેશ સુરેશભાઈ અખાડે અને તેનો મિત્ર ૨૨ વર્ષીય અજય ભીખાભાઈ આહિર ગઈ કાલે સવારે બંને મિત્રો ઘર નજીક આવેલી નહેરમાં ન્હાવા જઇ રહ્યા હોવાનું કહી ઘરેથી નીકળ્યા હતા, બપોર બાદ પણ બંને ઘરે પાછા ન આવતા પરિવારજનો ચિંતા તુર થઈને બંનેના પરિવારજનો તેમની શોધખોળ કરવા નીકળી પડ્યા હતા.

જોકે મોડી સાંજ સુધી આ બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો, જેને લઈને પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે આ બંને યુવાનોની શોધ ખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ધર્મેશનો મૃતદેહ સારોલી બ્રિજ નીચે કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યારે અજયનો મૃતદેહ જહાંગીરપુરા ઘોરાઘરનાળા પાસે મળી આવ્યો હતો.

પોલીસે બંનેના મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે, પોલીસે ઘટનાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, અજય જ્વેલર્સની દુકાનમાં નોકરી કરતો હતો. જ્યારે ધર્મેશ ખાનગી વાહનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. ધર્મેશને સંતાનમાં એક પુત્ર છે. અજય અપરિણીત હોવાનું તેના પરિજનોએ જણાવ્યું હતું. આ અંગે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: April 30, 2020, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading