Home /News /south-gujarat /

surat crime news: બે રત્નકલાકારો વચ્ચે ઝઘડો થયો, એક રત્નકલાકાર બીજા ઉપર ચપ્પા વડે તૂટી પડ્યો

surat crime news: બે રત્નકલાકારો વચ્ચે ઝઘડો થયો, એક રત્નકલાકાર બીજા ઉપર ચપ્પા વડે તૂટી પડ્યો

હુમલો કરનાર રત્નકલાકાર

surat crime news: એક રત્નકલાકારે બીજા રત્નકલાકારને ચપ્પ કાઢી ઉપરા છાપરી ત્રણ ઘા મારી (knife attack) દીધા હતા. આ મામલે સરથાણા પોલીસ મથકે (sarthana police station) ભોગ બનનાર અને હુમલો કરનાર બંને જણાએ સામસામી ફરિયાદ (complaint) નોંધાવી હતી.

વધુ જુઓ ...
સુરતઃ સુરતના (surat crime news) સરથાણામાં રૂપિયાની લેતી-દેતીમાં બે રત્નકલાકારો વચ્ચે ઝઘડો (diamond workers fight) થયો હતો. જેમાં એક રત્નકલાકારે બીજા રત્નકલાકારને ચપ્પ કાઢી ઉપરા છાપરી ત્રણ ઘા મારી (knife attack) દીધા હતા. આ મામલે સરથાણા પોલીસ મથકે (sarthana police station) ભોગ બનનાર અને હુમલો કરનાર બંને જણાએ સામસામી ફરિયાદ (complaint) નોંધાવી હતી.

સુરતના સરથાણા કિરણ ચોક પાસે આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા વિઠલ છગન પાનસુરીયા રત્નકલાકાર છે. તેમનો પુત્ર કેતન પણ હીરા ઘસવાનું કામ કરે છે. દરમિયાન સરથાણામાં તેમના ઘર નજીક આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતા ભૌતિક પણ ભેંસાણીયા સાથે કેતનને મિત્રતા થઇ હતી. ભૌતિક પણ રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો.

લાંબા સમય પહેલા ભૌતિકે કેતનને 1 લાખ ઉછીના આપ્યા હતા. બાદમાં કેતને 1 લાખમાંથી 30 હજાર રૂપિયા પરત કર્યા હતા. બાકીના 70 હજાર રૂપિયા આપતો ન હતો. જેથી ભૌતિક કેતન પાનસુરીયા પાસે બાકી નિકળતા રૂપિયાની માંગણી કરતો હતો. રૂપિયાની લેતીદેતી મુદે તેઓ વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મીન રાશિમાં આવી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન...! જાણો રાશિફળ

દરમિયાન ગઇકાલે કેતન ઘરે હતો ત્યારે ભૌતિકે કેતનની સોસાયટીમાં આવ્યો હતો અને કેતનને મળવા માટે બહાર બોલાવ્યો હતો. કેતન પાનસુરી મળવા જતા ભૌતિકે મારા 70 હજાર ક્યારે આપે છે તેમ કહી પૈસાની માંગણી કરી હતી. પરંતુ કેતને મારે તને કોઇ રૂપિયા આપવાના થતા નથી.

આ પણ વાંચોઃ-Morbi crime news: યુવકને સ્પાનો ચસ્કો ભારે પડ્યો, યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો

તેમ કહેતા ભૌતિકે ચપ્પ કાઢી કેતનની હત્યા કરવાના ઇરાદે તેને ત્રણ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. કેતન લોહીલુહાણ થઇ ઢળી પડતા તેના પિતા તાત્કાલિક બહાર આવ્યા હતા. ભૌતિક ઘટના સ્થળેથી ફરાર થઇ જતા કેતનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-OMG! online પેશાબ વેચીને પૈસા કમાય છે મહિલા, એક કપ યુરિનની કિંમત જાણીને ચોંકી જશો!

બનાવને પગલે આખરે બાદમાં ભોગ બનનાર કેતનના પિતા વિઠલ પાનસુરીયાએ સરથાણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સામા પક્ષે ભૌતિકે પણ કેતન પાનસુરીયાવિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી.
Published by:ankit patel
First published:

Tags: Crime news, Gujarati news, Surat news

આગામી સમાચાર