સુરત : માસ્ક ન પહેરવાનો દંડ ભરવાનું કહેતા જ રત્નકલાકાર યુવકોએ પોલીસ જવાન પર હુમલો કર્યો


Updated: July 14, 2020, 10:03 AM IST
સુરત : માસ્ક ન પહેરવાનો દંડ ભરવાનું કહેતા જ રત્નકલાકાર યુવકોએ પોલીસ જવાન પર હુમલો કર્યો
પ્રતિકાત્મક તસવીર

રત્નકલાકાર ધર્મેશે પોલીસને ધમકી આપી હતી કે, "આજે કોઈને નહીં મૂકું. તમને બધાને અહીંથી જીવતા નહીં જવા દઉં. જાનથી મારી નાખીશ."

  • Share this:
સુરત : કોરોના વાયરસ (Coronavirus)નો ચેપ ફેલાતો અટકાવવા માટે માસ્ક (Mask) પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. સુરતના પુણા સીતાનગર ચોકડી બ્રિજ નીચે માસ્ક વિના બાઈક પર જતા રત્નકલાકાર (Diamond Worker)ને દંડ ભરવાનું કહેવાતા તેણે પોલીસ સાથે માથાકૂટ કરીને અન્ય યુવાન સાથે મળીને પોલીસ (Attack on Police) હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે બે રત્નકલારની ધરપકડ કરી છે.

કોરોના મહામારી વચ્ચે સુરતમાં સતત દર્દીઓ વધી રહ્યા છે. કોરોનાને રોકવા માટે તંત્ર તરફથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. ત્યારે અનેક લોકો માસ્ક વગર ફરતા જોવા મળે છે. આવા લોકોને પકડીને પોલીસ દંડ ફટકારે છે. ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાંજે 5.30 વાગ્યાના અરસામાં બાઈક ઉપર માસ્ક વગર જતા લોકોને અટકાવી દંડની કાર્યવાહી કરતા હતા. આ દરમિયાન ત્યાંથી બાઇક પર પસાર થતા અને માસ્ક વગર જતા એક યુવાનને અટકાવ્યો હતો.

આ પણ વાંચો : પતિની કારમાં અન્ય યુવતીને જોઇને પત્નીએ પિત્તો ગુમાવ્યો

કર્મચારીએ યુવકને માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયા દંડ ભરવાનું કહેતા જ તે ઉશ્કેરાયો હતો અને પોલીસ સાથે ઝઘડો કર્યો હતો. યુવકે પોલીસકર્મીને કહ્યુ હતુ કે, "મારે દંડ નથી ભરવો. તમારાથી થાય તે કરી લો. તું મને ઓળખતો નથી, હું કોણ છું. મારી ઓળખાણ બહુ ઉપર સુધી છે. અહીંથી ચાલ્યા જાવ." જોકે, પોલીસની સમજાવટ બાદ તેણે રૂ.200 દંડ પેટે આપી પોતાનું નામ ધર્મેશ લખાવી દંડની રસીદ લીધી હતી. જે બાદમાં પોલીસ સાથે ગાળાગાળી કરવા માંડતા લોકો એકત્ર થઈ ગયા હતા. જે બાદમાં યુવકે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. આ દરમિયાન એક અન્ય યુવક પણ ત્યાં આવી પહોંચ્યો હતો. આ યુવકે ધર્મેશને કોર્ડન કરીને રીક્ષામાં બેસાડી દીધો હતો. બીજા યુવાને ઝપાઝપી કરી માર મારતા પોલીસકર્મીના ચહેરા અને ગળાના ભાગે ઇજા થઈ હતી.

નીચે વીડિયો જુઓ : 16 અને 17 તારીખના રોજ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ દરમિયાન ધર્મેશે પણ ધમકી આપી હતી કે, "આજે કોઈને નહીં મૂકું. તમને બધાને અહીંથી જીવતા નહીં જવા દઉં. જાનથી મારી નાખીશ." ધર્મેશ અને અન્ય યુવાને પોલીસકર્મી વનરાજસિંહના ગળાના ભાગે જોરથી વળગી રહી દબાવી રાખતા અન્ય પોલીસ જવાનો તેમને છોડાવ્યા હતા. જે બાદમાં બંનેને પોલીસ મથકે લઇ જઈને ધર્મેશ કાનજીભાઈ આહિર અને નિલેશ મનુભાઈ લાડુમોર વિરુદ્ધ પોલીસ પર હુમલો અને પોલીસના કામમાં રૂકાવતનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: July 14, 2020, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading