સુરત : ગઠિયાઓની નવી યુક્તિ, રૂપિયાની લાલચમાં આ રીતે ઘરેણા પડાવે છે

સુરતમાં બે ગઠિયા રૂ. પાંચ લાખ આપવાની લાલચ આપીને મહિલા પાસેથી રૂ. 58 હજારના ઘરેણા લઈને ફરાર થઈ ગયા.

News18 Gujarati
Updated: September 20, 2019, 11:48 AM IST
સુરત : ગઠિયાઓની નવી યુક્તિ, રૂપિયાની લાલચમાં આ રીતે ઘરેણા પડાવે છે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 20, 2019, 11:48 AM IST
કિર્તેશ પટેલ, સુરત : શહેરના વરાછા વિસ્તારમાં બે ગઠિયા એક મહિલાને પોતાની વાતમાં ભેરવીને રૂ. પાંચ લાખ આપવાની વાત કરીને રૂ. 58 હજારના ઘરેલા લઈને નાસી ગયા હતા. ગઠિયાઓએ મહિલાને ઘરેણાના બદલામાં રૂ. પાંચ લાખ આપવાની વાત કરી હતી, આ માટે તેમણે મહિલાને પૈસાના બદલે કાગળનું બંડલ પકડાવી દીધું હતું.

મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછામાં સીતાનગર ચાર રસ્તા પાસે શ્રીનાથદ્વાર સોસાયટીમાં રહેતા હીરાબેન દિલીપ સરવૈયા શાકમાર્કેટમાં ગયા હતા. આ સમયે તેમને રસ્તામાં એક ગઠિયો મળી ગયો હતો. ગઠિયાએ હીરાબેનને કહ્યુ હતુ કે મારાથી ટીવી તૂટી જતાં શેઠે મને માર મારીને કાઢી મૂક્યો છે. મારે ગામ જવાનું હોવાથી મદદ કરો.

એક ગઠિયો હીરાબેન સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે જ બીજો ગઠિયો ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યુ હતુ કે, મેં આ વ્યક્તિને મદદ કરી છે તમે પણ કરો. આવું કહીને બંનેએ હીરાબેનને વિશ્વાસમાં લીધા હતા.

બે પૈકી એક ગઠિયાએ હીરાબેનને કહ્યું હતું કે, મારી પાસે રૂમાલમાં રૂ. 5 લાખ છે. મને હાલ 15 હજાર રૂપિયાની જરૂરત છે. આવું કહેતા હીરાબેન ગઠિયાની વાતોમાં આવી ગયા હતા. જે બાદમાં ગઠિયાઓના કહેવાથી હીરાબેને પોતાના ઘરેણા કાઢીને ગઠિયાના રૂમાલમાં મૂકી દીધા હતા. ગઠિયા આ રૂમાલનું પોટલું હીરાબેનને આપીને ચાલ્યા ગયા હતા. બાદમાં હીરાબેને રૂમાલ ખોલીને જોતા તેમાં માટીના પથ્થરો નીકળ્યા હતા. ઉપરાંત તેમાં 100 રૂપિયાની એક નોટ હતી તેમજ નીચે કાગલો મૂકેલા હતા. આ મામલે હીરાબેને બંને ગઠિયાઓ વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : 
First published: September 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...