તંત્રની ઘોર બેદરકારી! સુરતમાં કોરોના પોઝિટિવ બે દર્દીઓ સ્મીમેર હોસ્પિટલમાં રિપોર્ટ લેવા પહોંચતા દોડધામ


Updated: June 5, 2020, 10:28 PM IST
તંત્રની ઘોર બેદરકારી! સુરતમાં કોરોના પોઝિટિવ બે દર્દીઓ સ્મીમેર હોસ્પિટલમાં રિપોર્ટ લેવા પહોંચતા દોડધામ
ફાઈલ તસવીર

સ્મીમેરમાં આજે  બે દર્દીઓ અચાનક જ કોરોનાનો રિપોર્ટ લેવા સ્મીમેર પહોંચી ગયા હતા. જ્યાં બંનેના રિપોર્ટ પોઝિટિવ હોવાના કારણે આર.એમ.ઓ ઓફિસ પાસેનો તમામ સ્ટાફ દોડતો થઇ રહ્યો હતો.

  • Share this:
સુરતઃ સ્મીમેર હોસ્પિટલ (smimer hospital) તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સ્મીમેરમાં આજે  બે દર્દીઓ અચાનક જ કોરોનાનો (coronavirus) રિપોર્ટ લેવા સ્મીમેર પહોંચી ગયા હતા. જ્યાં બંનેના રિપોર્ટ પોઝિટિવ હોવાના કારણે આર.એમ.ઓ ઓફિસ પાસેનો તમામ સ્ટાફ દોડતો થઇ રહ્યો હતો. સ્મીમેર તંત્રની ગંભીર બેદરકારીના કારણે સ્ટાફમાં પણ રોષ ફેલાયો છે. સ્મીમેરના ગેટ પર સ્ક્રીનિંગ ની કામગીરી પણ કરવામાં આવી રહી છે તો બંને દર્દીઓ અંદર સુધી કઈ રીતે આવ્યા તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેમજ રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય  વિભાગ જાતે દર્દીનો સંપર્ક કરે છે. તો આ બે દર્દીઓ સુધી આરોગ્ય વિભાગ કેમ ના પહોચ્યું હજારો સ્મીમેરમાં ઉપસ્થિત કર્મીમાં સંક્રમણની શકયતા ઉભી થઇ હતી.

સુરતમાં એક તરફ કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ તંત્રની કામગીરીમાં એટલી જ લાલીયાવાડીઓ સામે આવી રહી છે. શુક્રવારે આવી જ એક લાલીયાવાડી અને ગંભીર બેદરકારી સ્મીમેર હોસ્પીટલમાં જોવા મળી હતી. જેમાં સ્મીમેર હોસ્પીટલ ખાતે આવેલા બે દર્દીઓના લઈને હોસ્પીટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી. ઉમરવાડા ખાતે રહેતા અને લુમ્સ કારખાનામાં કામ કરતાં  32 વર્ષીય યુવક અને સાયણ ગામે રહેતી અને હિરા કારખાનમાં કામ કરતી મહિલા ગુરુવારે તાવ અને શરદી ખાંસી થતાં સ્મીમેર હોસ્પીટલ તપાસ કરાવ્યા હતા જ્યાં શંકાસ્પદ લક્ષ્ણ દેખાતા તેઓના કોવીડ-19 હેઠળની તપાસ કરવામાં આવી હતી અને સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. અને બંન્ને દર્દીઓને ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-પહેલીવાર સફાઈ કર્મીઓ માટે પોલીસે માનવતા દાખવી, અમદાવાદ ગ્રામ્ય પોલીસે કર્યું સન્માનીય કામ

જો કે આ સમયે તેઓને ઘરમાં જ રહેવા કે હોસ્પીટલમાં દાખલ કરી દેવાને બદલે બીજા દિવસે રીપોર્ટ લેવા આવવા જણાવવામાં આવ્યું હતું. જે આધારે શુક્રવારે આજે બંન્ને દર્દીઓ સમય પ્રમાણે પોતાનો રીપોર્ટ લેવા સીધા આરએમઓ ઓફીસ પાસે પહોંચી ગયા હતા જ્યાં તેઓનો રીપોર્ટ પોઝીટીવ હોવાનું માલુમ થતાંની સાથે જ હાજર વોર્ડ બોય, સફાઈ કામદાર, નર્સ સહિતના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી.

આ પણ વાંચોઃ-ઉનાળામાં ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ, લોકોને ગરમીમાંથી રાહત મળી

કોરોના પોઝીટીવ કેસના આ બંન્ને દર્દીઓ સામાન્ય દર્દીની જેમ હોસ્પીટલમાં આવી જતાં સ્મીમેર હોસ્પીટલની કામગીરી સામે સવાલો ઉભા થયા હતા. આ સાથે તેઓના સંપર્કમાં આવેલાઓની પણ તપાસ કરવી પડે તેવી સ્થિતિ બની છે. સ્મીમેર હોસ્પીટલ તંત્ર દ્વારા સેમ્પલ લેવાયા બાદ રીપોર્ટ લેવા કોણે બોલાવ્યા તે તપાસનો વિષય છે. આવી સ્થિતિમાં હોસ્પીટલમાં હાજર સ્ટાફ અને અન્ય દર્દીઓમાં ચેપ પ્રસરે તો જવાબદાર કોણ.. તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે પોઝિટિવ કોરોના આવતાની સાથે આરોગ્ય વિભાગ તેમને ઘરે અથવા જયા હોઇ ત્યાથી લઇને સારવાર માટે ખસેડે છે. આ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છતા આરોગ્ય વિભાગે કેમ કોઇ કાર્યવાહિ ના કરી.આ પણ વાંચોઃ-વક્રૃતિની હદ! સુરતમાં મહિલાનો વીડિયો ઉતારી અશ્લિલ ગીતો ગાઈને કરી છેડતી, રોમિયોની ધરપકડ

સુરત હવે કોરોના પોઝિટિવ દર્દીઓની વિગતો જાહેર કરવામાં નહીં આવે
કોવિડ-19ના પોઝિટિવ દર્દીઓની પ્રાઇવસીનો ભંગ થતો હોવાથી તથા ભવિષ્યમાં કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થવાની સંભાવનાને પગલે મનપા તંત્ર દ્વારા આજથી કોવિડ-19નાં પોઝિટિવ દર્દીઓના નામ, સરનામા સહિતની વિગતો સાર્વજનિક કરવામાં આવશે નહીં. સરકાર અને તંત્ર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવે છે. પરંતુ કોવિડના પોઝિટિવ કેસોના દરદી તથા તેમના પરિવારો સાથે સમાજમાં અછૂત જેવું વર્તન કરવામાં આવતું હોવાનું ઘણી ફરિયાદો વિવિધ સ્તરે ઉઠી હતી.
First published: June 5, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading