સુરતઃ બે બાળકોની માતાને સફાઇ કામદાર સાથે થયો પ્રેમ, આવ્યો કરુણ અંજામ

સુરત અઢી વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીયુગલે રાંદેર પોલીસ મથકમાં વારાફરતી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

News18 Gujarati
Updated: July 3, 2019, 8:32 PM IST
સુરતઃ બે બાળકોની માતાને સફાઇ કામદાર સાથે થયો પ્રેમ, આવ્યો કરુણ અંજામ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 3, 2019, 8:32 PM IST
સુરત, ન્યૂઝ18ગુજરાતીઃ સુરત અઢી વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીયુગલે રાંદેર પોલીસ મથકમાં વારાફરતી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતાં પોલીસે બંનેને સારવારાર્થે સિવિલમાં ખસેડયા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ પ્રેમી યુગલ પાસેથી મળતી માહિતી અનુસાર 27 વર્ષીય ભાવના ઉર્ફે ટીના કપીલ અકિલા મિયાત્રા અને 30 વર્ષીય કૌશિક જગદીશ સુરતી છેલ્લા અઢી વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. બે સંતાનની માતા ભાવનાએ બે સંતાનના પિતા અને પાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં કૌશિક સાથે આંખ મળી હતી. પતિ કપીલ તથા બે સંતાનોને છોડી દઇ કૌશિક સાથે રહેવા માંડી હતી.

દરમિયાન 30મી જૂનના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા વેળા કૌશિકે તેણીને માર માર્યો હતો. જેને પગલે તેણી ઘર છોડીને નીકળી હતી. ત્યારબાદ સહેલીના ઘરે ગઇ હતી. ઘરેથી નીકળ્યાં બાદ તેણીએ કોઝવેમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કરવા વિચાર્યું હતું. પરંતુ સંબંધીઓએ સમજાવતા તેણીએ વિચાર માંડી વાળ્યો હતો. દરમિયાન પ્રેમી કૌશિક વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા ગઇ હતી. જ્યાં પ્રેમી કૌશિક પણ આવી પહોંચ્યો હતો.

ભાવના ઘરેથી ઊંઘની વધુ પડતી ગોળી ખાઇને આવી હતી. ઉપરાંત પોતાની સાથે ફિનાઇલ લઇને આવી હતી, જ્યારે પ્રેમી કૌશિક પણ ઊંઘની ગોળી લઇને પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસ મથકમાં પોલીસ કાર્યવાહી વેળા બંને વચ્ચે માથાકૂટ થતાં પ્રેમીયુગલે વારાફરતી ઝેરી દવા પી લીધી હતી.

દરમિયાન પોલીસે બંનેને સારવારાર્થે સિવિલમાં ખસેડયા હતા. નવી સિવિલમાં દાખલ ભાવનાએ પ્રેમીએ કૌશિક શારીરિક અને માનસિક હેરાનગતિ કરવાની સાથે અન્ય યુવતી સાથે આડાસંબંધ ધરાવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પ્રેમીકા ભાવના 10 લાખ રૂપિયા અથવા અડાજણમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટની માંગણી કરતી હોવાનો પ્રેમી કૌશિકે આક્ષેપ કર્યો હતો. પોલીસે બંનેના નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે.
First published: July 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...