દૂબઈથી સોનાનો પાઉડર લઈ સુરત આવેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડ્યા

News18 Gujarati
Updated: October 22, 2019, 8:03 PM IST
દૂબઈથી સોનાનો પાઉડર લઈ સુરત આવેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડ્યા
પ્રતિકાત્મક તસવીર

આ ઈસમો 27 લાખનું સોનું અમદાવાદથી લાવી સુરત ડિલિવરી કરવા આવ્યા હતા.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સોનાનો (Gold) ભાવ (Price) વધતા સોનાની દાણચોરી (Sumgling) પણ વધી રહી છે ત્યારે સુરતની ચોકબજાર પોલીસે (Surat Police) વાહન ચેકિંગ દરમિયાન દાણચોરીનું સોનું લઈને જતા બે યુવકોને ઝડપી પાડયા છેય જોકે પકડાયેલ યુવાન દૂબઈથી પાવડર સ્વરૂપે આવેલા સોનાના (Gold Powder) જથ્થાને અમદાવાદ એરપોર્ટથી લઈ સુરત કોઈકને આપવા જતા હતા ત્યારે જ ઝડપાઈ ગયા હતા. પોલીસે 27.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી છે

સુરત ચોકબજાર પોલીસની પકડમાં આવેલ આ બે ઈસમ ને પોલીસે ગતરોજ વાહન ચેકિંગ સમયે ઝડપી પાડ્યા છે તેમની પાસે થી પોલીસને સોનાનો પાવડર મળી આવ્યો હતો. જોકે, પોલીસે આ યુવાનોની અટકાયત કરીને પૂછપરછ કરી હતી, જેમાં તેમણે પોતાની ઓળખ ભરૂચના જંબુસરના ભડકોરા ગામના વતની અને હાલ સુરતમાં રાંદેર અને અડાજણ વિસ્તારમાં રહેતા સલમાન ઈબ્રાહીમ પટેલ અને સોયેબ ઝકરીયા પટેલને હોવાની વિગત આપી હતી.

આ પણ વાંચો : કમોસમી વરસાદના લીધે દ.ગુજ.માં રૂ. 350 કરોડથી વધુના ડાંગરના પાકને નુકશાનની ભીતી

પોલીસે તેમની પાસે થી રૂ.27,05,750ની કિંમતના સોનાના 687 ગ્રામ જથ્થા મળી આવતા તેના વિશે પૂછતાં આ યુવાનો સોનાનો ભાવ વધતા આ સોનું દાણચોરી કરીને દૂબઈથી પાવડર સ્વરૂપે લાવેલા અને આ સોનાના જથ્થાને અમદાવાદ ઍરપૉર્ટથી લઇ સુરત કોઈકને આપવા જતા હતા તે દરમિયાન પકડાઈ ગયા હતા. જોકે, ચોકબજાર પોલીસે આ ઈસમો પાસેથી સોનુંં, મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદામાલ કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
First published: October 22, 2019, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading