ન્યૂઝ18 ગુજરાતી : સુરતનાં વડોદ ગામમાં એક હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. વડોદનાં એક ઘરમાં 14 વર્ષની સગીરા પર બે સગા ભાઇઓએ દુષ્કર્મની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઇ છે. બંન્ને સગા ભાઇઓએ દુષ્કર્મ ગુજારીને ધમકી આપી હતી કે જો કોઇને કહીશ તો તને જાનથી મારી નાંખીશુ.
આ મામલે મળતી માહિતી પ્રમામે વડોદ ગામ વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા કિશોરીનાં પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. જ્યારે માતા મિલમાં નોકીરી કરે છે. ઓગસ્ટ મહિનામાં તેના પિતા ખેતીકામ માટે વતનમાં ગયા હતાં અને માતા નોકરીએ ગઇ હતી. તે દરમિયાન કિશોરી પોતાનાં 6 વર્ષનાં નાના ભાઇ સાથે એકલી ઘરમાં હતી.
જે દરમિયાન તેમના પાડોશમાં રહેતો 13 વર્ષનો કિશોર તેના ઘરમાં આવી ગયો હતો. જે બાદ કિશોરીનાં નાના ભાઇને ઘરની બહાર મોકલી દઇને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. કિશોરીની સાથે બળજબરી કરીને દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો અને કિશોરી ઘરમાં બેસીને રડી રહી હતી.
ત્યારે જ કિશોરનો મોટો ભાઇ પણ ત્યાં આવીને કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. તેને પણ નાના ભાઇની જેમ કિશોરીને ધમકી આપી હતી કે, કોઇને પણ કહીશ તો જાનથી મારી નાંખીશ. જે બાદ કિશોરી રૂમમાં બેસીને રડી રહી હતી ત્યારે જ માતા આવી. તેણે જ્યારે પૂછ્યું ત્યારે કિશોરીએ માતાને આખી હકીકત જણાવી હતી. જે બાદ કિશોરીનાં પિતા ઘરે આવ્યાં બાદ તેમણે બંન્ને સગા ભાઇઓ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર