સુરત: કાળઝાળ ગરમીથી બચવા તળાવમાં નાહવા ગયેલા બે સગા ભાઇઓના ડૂબવાથી મોત


Updated: May 25, 2020, 12:05 PM IST
સુરત: કાળઝાળ ગરમીથી બચવા તળાવમાં નાહવા ગયેલા બે સગા ભાઇઓના ડૂબવાથી મોત
પ્રતિકાત્મક તસવીર

ગતરોજ સચિન વિસ્તરમાં રહેતા બે ભાઈ ગરમીમાં રાહત માટે તળાવમાં નાહવા પળ્યા હતા.

  • Share this:
સુરત : કોરોના વાયરસ વચ્ચે ગરમીનો પારો પણ વધી રહ્યો છે. જેના કારણે  લોકો ત્રાહિમામ પોકારી ચૂકયા છે. ત્યારે ગતરોજ સચિન વિસ્તરમાં રહેતા બે ભાઈ ગરમીમાં રાહત માટે તળાવમાં નાહવા પળ્યા હતા. જે બાદ ડૂબી ગયા હતા. જોકે, ઘરે પરત  નહિ ફરતા પરિવારે શોધ કરતા આ બંનેવ ભાઈ તળાવમાં નાહવા ગયા હોવાની વિગત સામે આવતા ફાયરની મદદથી શોધખોળ શરૂ કરી હતી. જે બાદ બંનેવ ભાઈનાં મૃતદેહ તળાવમાંથી મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ગતરોજ સચિન વિસ્તારમાં આવેલા ગભેણી રોડ પર રામેશ્વર કોલોનીમાં રહેતા 17 વર્ષીય ફિરોઝ અકબર અલી અન્સારી અને તેનો 15 વર્ષીય ભાઈ મેરાજ કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તે માટે ઘર નજીક આવેલા તળાવમાં નહાવા ગયા હતા. ત્યારે તે પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ફિરોઝ અને મેરાજ ઘરે પહોંચ્યા ન હતા. જેથી તેના પરિવારના સભ્યો અને આજુબાજુના લોકોએ બન્ને ભાઈઓની શોધખોળ શરૂ કરી હતી. તે સમયે તળાવના કિનારે બંનેના કપડાં અને મોબાઇલ મળી આવ્યા હતા.

આ પણ વાંચો- શું CM રૂપાણીનાં આ માસ્ટરસ્ટ્રોકથી જ N 95 માસ્કની કિંમત સામાન્ય જનતાને પરવડે તેવી કરાઇ?

જેથી, આ અંગે પોલીસને જાણ કરતાં તેમની ટીમ ઘટના સ્થળે તરત જ આવી ગઇ હતી.. બાદમાં ગામના લોકો એ ઘટનાની જાણકારી ફાયર વિભાગને આપતા ફાયરનો કાફલો બનાવવાળી  જગ્યા  પર પહોંચીને તપાસ શરુ કરી હતી. ત્યારે તળાવમાં શોધખોળ કરતા બન્નેના મૃતદેહો મળી આવ્યા હતા જેને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.બંને ભાઈઓના પિતા મજૂરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ જુઓ - 
First published: May 25, 2020, 12:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading