સુરતના 'મૃત્યુ' બંગલામાં રહે છે બે સગાભાઈ 'રાવણ' અને 'દુર્યોધન'!

માણસ નામથી નહીં પરંતુ કામથી ઓળખાય છે તેવું સમાજને સમજાવવા માટે પિતાએ બંને પુત્રોના રાવણ અને દુર્યોધન રાખ્યા હતા.

News18 Gujarati
Updated: October 8, 2019, 4:16 PM IST
સુરતના 'મૃત્યુ' બંગલામાં રહે છે બે સગાભાઈ 'રાવણ' અને 'દુર્યોધન'!
સુરતનો પરિવાર.
News18 Gujarati
Updated: October 8, 2019, 4:16 PM IST
કિર્તેશ પટેલ, સુરત : આજના જમાનામાં કોઈ એવું કહે કે તેનું નામ રાવણ કે દુર્યોધન છે તો તમને ચોક્કસ નવાઈ લાગે. આવું સાંભળીને કોઈને પણ વિચાર આવે કે શું ખરેખર આજના જમાનામાં આવા નામ હોય છે ખરા? સુરતમાં એક પરિવાર રહે છે. આ પરિવારે પોતાના બે દીકરાના નામ રાવણ અને દુર્યોધન રાખ્યા છે. એટલું જ નહીં, પરિવાર જે બંગલામાં રહે છે તે બંગલાનું નામ 'મૃત્યુ' છે.

વિજ્યાદશમી એટલે કે દશેરાની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સત્યનો અસત્ય પર વિજય થયો હોવાથી આ દિવસે અહંકારી રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. સામાન્ય રીતે રાવણ નામ સાંભળતા જ માણસ આપણને 10 માથાવાળો અહંકારી રાવણ યાદ આવી જતો હોય છે. આ માટે જ કોઈ એવું કહે કે કોઈ વ્યક્તિનું નામ રાવણ છે તો પ્રથમ દ્રષ્ટીએ આ વાત માનવામાં ન આવી.સુરતના કતારગામ વિસ્તાર રહેતા પરિવારમાં મોટા પુત્રનું નામ રાવણ અને નાના પુત્ર નામ દુર્યોધન છે. પરિવારના મોભીની વાત માનીએ તો તેમણે નામ પાછળ માત્ર એક પ્રયોગ કર્યો હતો. પોતાના પુત્રનું નામ રાવણ પાડવાથી રાવણના લક્ષણો તેનામાં નથી આવી જતા. આજના જમાનામાં આવા નામો હસીપાત્ર બનતા હોવાથી પરિવારે સ્કૂલમાં પ્રવેશ વખતે બાળકોના નામ અલગ રાખ્યા હતા. એટલું જ નહીં આ પરિવારે તેના બંગલાનું નામ મૃત્યુ રાખ્યું છે. આ પાછળ એવું કારણ છે કે પરિવારના મોભી નિવૃત્તા થયા બાદ તેમની વેપારીની છાપ રહી ન હતી. આ ઉપરાંત તેઓ જે જીવન જીવે છે તે બોનસ છે. મોત ક્યારે આવશે તેની ખબર ન હોવાથી તેમણે બંગલાનું નામ મૃત્યુ રાખ્યું હતું.

પરિવારના નાના પુત્રને તેમના મિત્રો દુર્યોધનના હુલામણા નામનથી બોલાવતા હોય છે. આથી જન્મ પ્રમાણપત્રમાં પરિવારે તેનું નામ હિતેશ લખાવ્યું હતું.
First published: October 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...