Home /News /south-gujarat /

સુરતના મહુવાના બે યુવકો સાઉદી અરેબિયામાં ફસાતા પરિવાર પર આભ ફાટ્યું

સુરતના મહુવાના બે યુવકો સાઉદી અરેબિયામાં ફસાતા પરિવાર પર આભ ફાટ્યું

સાઉદી અરબમાં ફસાયેલા મહુવાના બે યુવકોની તસવીર

મહુવા તાલુકાના કોષ ગામના બે યુવાનોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું હતું , યુવાનોના પરિવારના (family) માથે આભ તૂટી પડ્યું છે.

    કેતન પટેલ, સુરતઃ સાઉદી અરબમાં (Saudi Arabia)ભારતના કેટલાક લોકો ફસાયા છે જેમાં ગુજરાતના (Gujarat) 17 જેટલા વ્યક્તિઓ ફસાયા હોવાની વાત બહાર આવી છે ત્યારે તેમાં સુરત જિલ્લાના (surat district)મહુવા તાલુકાના કોષ ગામના બે યુવાનોનો સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું હતું , યુવાનોના પરિવારના (family) માથે આભ તૂટી પડ્યું છે.

    દેશ દુનિયામાં નોકરી મેળવીને લોકો પોતાનું અને પરિવારની આર્થીક રીતે મજબૂત કરવા વિદેશમાં નોકરી કરતા હોય છે તેવા ભારતીયો સાઉદી અરબમાં એક ત્યાંની કંપનીમાં નોકરી કરે છે. તે લોકોને પરત ભારત આવવું છે છતાં પરત આવી શકે તેમ નથી કારણ છે ત્યાંની વર્ક પરમીટ (Work permit) જે પૂર્ણ થઈ છે અને કંપની દ્વારા રીન્યૂ કરી અપાતી નથી.

    આવા મૂળ ભારતીયો અરબમાં ફાસાયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના કોષ ગામના કલ્પેશ લાડ અને ભીખુ પટેલ પણ ત્યાં ફસાયની વાત મળતા જ પરિવાર પણ જાણે આભ તૂટી પડ્યું છે શુ છે.

    સાઉદી અરબમાં વર્ક પરમીટના કારણે ફસાયેલા કોષના 2 યુવાનોના ઘરની પરિસ્થિતિ દયનીય થઈ જવા પામી છે કંપની દ્વારા છેલ્લા 7થી 8 મહિનાથી પગાર ચુકવવામાં નથી આવ્યો અને જે પરિવારની પરિસ્થિતિ સુધારવા માટે ઘરથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં નોકરી માટે ગયેલા ઘરના મોભી જ જો આવી રીતે વિદેશમાં ફસાય જાય તો ઘરની સ્થિતિ શું હશે.

    આ પણ વાંચોઃ-સાઉદી અરેબિયામાં વર્ક પરમીટ ફીમાં વધારો ઝીંકાતા ગુજરાતનાં 17 સહિત ભારતનાં 100 કામદારો ફસાયા

    હાલ તો વિદેશમાં ફસાયેલા કલ્પેશ લાડ અને ભીખુ પટેલ દ્વારા ત્યાંની લેબર કોર્ટમાં કેસ કરી અને પોતાના માદરે વતન પરત આવવા માટેની કાયદાકીય લડત લડી રહ્યા તો બીજી તરફ કોષ ગામે રહેતું પરિવાર ઘરનું સદસ્ય હેમખેમ ઘરે પરત ફરે તેવી પ્રાથના કરી રહ્યા છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Family, Legal fight, Mahuva, Saudi arabia, Surat district, Work Permit, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन