સુરત : કારમાં બેઠેલા કપલને બંદૂક બતાવી ચલાવી લૂંટ, ફાયરિંગનો પણ કર્યો પ્રયાસ

News18 Gujarati
Updated: February 2, 2020, 3:02 PM IST
સુરત : કારમાં બેઠેલા કપલને બંદૂક બતાવી ચલાવી લૂંટ, ફાયરિંગનો પણ કર્યો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

બંને લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ અંગે ખટોદરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Share this:
સુરત : શહેરનાં વેસુ વીઆઇપી રોડ સ્થિત મણીબા પાર્ટી પ્લોટ પાસે કારમાં બેઠેલા કપલને બે હિન્દી ભાષી લૂંટારૂઓએ પિસ્તોલ બતાવી રોકડા રૂપિયા 23 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. દરમિયાન થયેલી ઝપાઝપીમાં પિસ્તોલનું ટ્રીગર પણ દબાઈ ગયું હતું. પરંતુ પિસ્તોલ નહીં ચાલતા ફાયરિંગ થયું ન હતું. ત્યારબાદ બંને લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા હતાં. આ અંગે ખટોદરા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતનાં ડુમસ રોડ પર પ્રેમી યુગલો મોટી સંખ્યામાં બેસતા હોય છે. ગતરોજ એક યુગલને આ જગ્યા પર બેસવું ભારે પડ્યું હતું. સુરતનાં ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતો અને તે વિસ્તારમાં જ પિતા સાથે લુમ્સનું કારખાનું સાંભળતો 28 વર્ષીય યુવાન ગતરાત્રે પોતાની કારમાં સુરતના કોટ વિસ્તારમાં રહેતી પોતાનાઈ ભાવિ પત્ની સાથે કારમાં બેઠો હતો. ભાવિ પત્નીની સહેલીઓની પાર્ટીમાં યુનિવર્સિટી રોડના એક પાર્ટીપ્લોટમાં ગયા બાદ ત્યાંથી યુવાન અને ભાવિ પત્ની બે સહેલીને ઘોડદોડ ઉતારી બંને ન્યુ વીઆઇપી રોડ સી.બી.પટેલ ફાર્મના પાર્કિંગમાં કાર પાર્ક કરી લોક કર્યા વગર પાછળની સીટ પર બેસી વાતો કરતા હતા. ત્યારે લગભગ સવાબાર વાગ્યે 25થી 30 વર્ષનાં બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા અને પાછળનો દરવાજો ખોલી પિસ્તોલ તાકીને ધમકી આપી હતી. તેમણે મોટેથી કીધું હતું કે, જો હો વો નિકાલ કે દેદે નહી તો ઠોક દુંગા કહેતા મિહિરે વોલેટ આપતા તેમાંથી રૃા.5 હજાર અને એટીએમ કાર્ડ કાઢી લીધું હતું. તેનો પાસવર્ડ પણ માંગી લીધો હતો. બાદમાં પિસ્તોલ તાકનાર યુવાન કારની આગળની સીટ ઉપર આવી બેસી ગયો હતો જયારે બીજો યુવાન એટીએમ કાર્ડ લઇ પૈસા ઉપાડવા ગયો હતો. યુવાનનો સંપર્ક નહી થતા પિસ્તોલ સાથેનાં યુવાને યુવાનના નંબરથી તેને કોલ કરીને મોબાઇલ લઇ લીધો હતો.

આ પણ વાંચો : તસવીરો : અલ્પેશ ઠાકોરે પિતા વગરની દીકરી સાથે દીકરાના સાદાઈથી લગ્ન કરાવી સમાજને ચીંધી રાહ

બીજો યુવાન રુપિયા 10 હજાર ઉપાડીને આવ્યો અને ડ્રાઇવર સીટની બાજુની સીટ ઉપર બેસી ગયો હતો અને તેણે યુવતીનાં પર્સમાંથી 8000 રૂપિયા કાઢી લીધા હતા. પિસ્તોલ તાકી બેઠેલા યુવાને બીજા યુવાનને પિસ્તોલ આપી પાછળની સીટ પર આવી યુવતીની છેડછાડ કરી કિસ કરતા યુવકે પિસ્તોલ ઝુંટવવા પ્રયાસ કરતા ઝપાઝપીમાં લૂંટારુએ ફાયરિંગનો પ્રયાસ કર્યો હતો. જોકે ટ્રીગર નહીં દબાતા ફાયર થયું નહોતું પણ પાછળથી બીજા યુવાને આગળના લોક દરવાજાનો કાચ તોડી યુવકને પકડેલી પિસ્તોલ છોડાવવા પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવક પિસ્તોલ જકડી રાખી કોણીથી કારનો હોર્ન દબાવતા અવાજ થતા બંને લૂંટારું પિસ્તોલ લીધા વગર મોટરસાયકલ પર ભાગી છૂટયા હતા. બનાવ અંગે યુવતી રૂ.23 હજાર અને રૂ.20 હજારનાં મોબાઇલની લૂંટ કરી યુવતીની છેડતીની ફરિયાદ નોંધાવતા બંને હિન્દીભાષીની શોધખોળ શરૂ કરાઇ છે.
First published: February 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading