સુરતમાં (Surat) હાલમાં આઇપીએલ મેચને (IPL) લઈએં કેટલાક બુકી ઓનલાઈ સટ્ટો રમાડતા હોય છે ત્યારે પોલીસે (Surat Police) ગતરોજ આજ પ્રમાણે આઇડી-પાસવર્ડનો ઉપયોગ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ (Mubai indians) અને દિલ્હી કેપીટલ (Delhi capitals) વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો (Online Betting) રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પડી સટ્ટો રમાતા રત્નકલાકર ને રંગેહાથ ઝડપી પાડાયા હતા. જોકે પોલીસે 5 લાખનો મુદામાલ કબજે કરી જ્યારે બુકીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ ટિપ્સ સાહરુ કરી છે
હાલમાં આઇપીએલ મેચ ચાલી રહી છે ત્યારે આ મેચ પર મોટા પ્રમાણ માં બુકી દ્વારા મેચ પર સટ્ટો રમાડતા હોય છે ત્યારે આવા બુકીઓને પકડી પાડવા માટે સતત પોલીસ દ્વારા આવા બુકી ઓને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે સુરતની કતારગામ પોલીસે બાતમીના આધારે પોલીસ ટીમે પોલીસે દરોડા પાડી રત્નકલાકાર મહેશ ધીરૂભાઇ બોરીચા (ઉ.વ. 29) ને મોબાઇલ ફોનમાં GALAXY EXCH99 નામની વેબસાઇટ પર બુકી દ્રારા આપવામાં આવેલા આઇડી-પાસવર્ડનો ઉપયોગ કરી આઇપીએલની મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ વચ્ચેની લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : સુરત-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર : હજીરા અને ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરાશે
પોલીસે મહેશની અંગ જડતી કરતા તેની પાસેથી રોકડા 15,120 અને મોબાઇલ ફોન 8 હજારની કિંમતનો મળી આવ્યો હતો. મહેશની પૂછપરછમાં વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા બુકી સુમીત હરજી ગોલ (રહે. લાઠી રોડ, તા. લીલીયા, જિ. અમરેલી) ને ઓનલાઇન ભાવ લખાવી સટ્ટો રમતો હતો જ્યારે હારજીતનો ફાઇનલ હિસાબ લાલજી ગોબર ગજેરા (ઉ.વ. 34) લઇ જતો હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો : સુરત : વ્યાજખોરોનો આતંક, ટ્રાવેલ્સ સંચાલકે સરથાણાના ફાઇનાન્સર સામે કરી ફરિયાદ
પોલીસે વરાછા રાજહંસ કોમ્પ્લેક્ષમાં દરોડા પાડી સર્ચ કરતા ટેબલના ખાનામાંથી રોકડા રૂ. 5.30 લાખ મળી આવ્યા હતા. પોલીસે રોકડ મત્તા ઉપરાંત મહેશ અને લાલજીના મોબાઇલ ફોન મળી કુલ 5.55 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બુકી સુમીત ગોલને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.