સુરત : જન્મદિનની ઉજવણીમાં તલવારથી કેક કાપનાર અને ફાયરિંગ કરનારની ધરપકડ

વાયરલ વીડિયોમાં ફાયરિંગ કરનાર હરદત્ત વાસંઘિયા અને પિતા દિલીપસિંહ વાસંધિયા પિતા-પુત્રએ અનેક વખત જાહેરમાં ફાયરિંગ કર્યું છે.

News18 Gujarati
Updated: October 9, 2019, 4:54 PM IST
સુરત : જન્મદિનની ઉજવણીમાં તલવારથી કેક કાપનાર અને ફાયરિંગ કરનારની ધરપકડ
બેની ધરપકડ કરી છે.
News18 Gujarati
Updated: October 9, 2019, 4:54 PM IST
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) જાહેરમાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં જાહેરમાં જન્મ દિવસ બાદ ફાયરિગની (Firing) ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવતા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉમરા પોલીસે બે લોકો અનિશ ઉમેશ પટેલ જેનો જન્મ દિવસ હતો તે યુવાન અને ફાયરિંગ કરનાર હરદતસિંહ દિલીપસિંહ વાસંધિયા ઉમરા પોલીસે ધરપકડ કરી છે.

વાયરલ વીડિયોમાં ફાયરિંગ કરનાર હરદત્ત વાસંઘિયા અને પિતા દિલીપસિંહ વાસંધિયા પિતા-પુત્રએ અનેક વખત જાહેરમાં ફાયરિંગ કર્યું છે. તેના પહેલાનાં વીડિયો સામે આવ્યાં છે. ત્યારે હવે સુરત પોલીસ મનપાનાં કર્મચારી અને પુત્ર સામે કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.

ચાલુ કારમાંથી ફાયરિંગ


વાયરલ વીડિયોમાં દેખાતો આ ફાયરિંગ કરનાર મનપાનાં કર્મચારી સેનેટરી ઇન્સપેક્ટર દિલીપ વાંસદિયાનો પુત્ર અને તેનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. હરદત્ત વાંસદિયાનાં મિત્રની બર્થ ડે નિમિત્તે આ ઉજાણી રાખવામાં આવી હતી. રોડ કિનારે જાહેરમાં કેક કપાઇ હતી. ત્રણથી ચાર કેક કપાઇ જેમાં એક ઉપર દરબાર, બીજા ઉપર પ્રધાન વગેરે લખવામાં આવ્યું હતું. અનિશ ઉમેશ પટેલ કેક કાપે છે એ દરમિયાન હરદત્તસિંહ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરે અને પછી મિત્ર પોતે ચારેક રાઉન્ડ ફાયરિંગ કરે છે.

પિતા પુત્ર સાથે ફાયરિંગ કરી રહ્યાં છે.


પહેલા પણ ફાયરિંગ કર્યું હતું
Loading...

હરદત્ત વાસદિયાની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફાયરિંગના વીડિયો અપલોડ કરાયા હતાં. હરદત્ત જ નહીં તેના પિતા દિલીપસિંહ વાંસદિયાના પણ ફાયરિંગ કરતાં વીડિયો છે. જન્મદિવસની પાર્ટી ઉપરાંત બંને અન્ય પ્રસંગ અને સ્થળે તેઓ ફાયરિંગ કરતાં હોય એવી ક્લીપ પણ અપલોડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમના ઘરમાં તલવાર, એરગન અને રિવોલ્વર જેવા હથિયારો પણ રાખવામાં આવતા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયામાં મુકવામાં આવી છે.
First published: October 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...