સુરત : પરપ્રાંતીયો પાસેથી રેલવે ટિકિટના ત્રણ ગણા ભાવ વસૂલતા બે લોકોની ધરપકડ


Updated: May 22, 2020, 10:12 AM IST
સુરત : પરપ્રાંતીયો પાસેથી રેલવે ટિકિટના ત્રણ ગણા ભાવ વસૂલતા બે લોકોની ધરપકડ
પોલીસે પકડેલા બંને આરોપી.

"કુછ ઘંટે મેં તેરી ટિકટ મીલ જાયેંગી" કહીને બંને કાળાબજારીઓએ લોકો પાસેથી પૈસા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું.

  • Share this:
સુરત : લૉકડાઉન (Lockdown) વચ્ચે સુરતથી શ્રમિકોને (Migrant Workers) સરકાર તરફથી મફતમાં વતન લઇ જવામાં આવતા હત્યા ત્યારે પાંડેસરાના મહાદેવનગરમાં વતન ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) જવા ઇચ્છતા શ્રમિકો પાસેથી બમણાથી ત્રણ ગણા ટિકિટના (Rilway Ticket) ભાવ વસૂલી કાળાબજારી કરનાર બે લોકોની પોલીસ ધરપકડ કરી છે. આ બંને કાળાબજારીનો કોરોનાનો મેડિકલ ટેસ્ટ (Corona Test) કરાવ્યા બાદ પોલીસે તેઓની ધરપકડ કરી તેમના પાસેથી ટિકિટ વેચાણના રૂ.. 62 હજાર જપ્ત કર્યા છે.

સુરતમાં રહેતા અન્ય રાજ્યના લોકોને વતન પહોંચાડવા માટે તંત્ર તરફથી ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ કપરા સમયમાં કેટલાક લેભાગૂ તત્વો કફોડી હાલતમાં મૂકાયેલા શ્રમિકો પાસે ટિકિટના કાળાબજાર કરી તેને લૂંટી રહ્યા છે. ચાર દિવસ અગાઉ પાંડેસરા ગુ.હા. બોર્ડ વિસ્તારના મહાદેવનગર ઘર નં. 486માં રહેતા દિનાનાથ મૌર્યા અને વિનય મૌર્યા નામના બે કાળાબજારીઓએ યુ.પી જવા ઇચ્છતા શ્રમિકો પાસેથી બમણાથી ત્રણ ગણા જેટલું ટિકિટનું ભાડું વસૂલી "કુછ ઘંટે મેં તેરી ટિકટ મીલ જાયેંગી" કહીને લોકો પાસેથી પૈસા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું.

આ પણ વાંચો : આજથી RTO શરૂ : ડુપ્લિકેટ RC માટે કરવાની રહેશે ફેસલેસ પ્રક્રિયા, બસ આટલું કરો

બંનેએ અજય રાજદેવ મૌર્યા સહિત ચાર લોકો પાસેથી 16 ટિકિટના રૂ. 46 હજારથી વધુની મત્તા પડાવી લીધી હતી. વતનની ટિકિટ મળતી હોવાની વાત સ્થાનિક વિસ્તારમાં પ્રસરી જતા દોઢસોથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા અને લાંબી લાઇન લગાવી હતી. પરંતુ ટિકિટ નહીં મળતા બંને કાળાબજારીનો પર્દાફાશ થઇ ગયો હતો. ટિકિટ માટે પૈસા આપનાર લોકોએ હોબાળો મચાવી દિનાનાથ સહિત બંનેને માર મારી પોલીસને સોંપ્યા હતા.

આ પણ વાંચો :  'મેં કહા ભી જા શકતા હું': સુરતના કોરોના રેડ ઝોન પાસે ઉભેલા યુવકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી 

બંને લોકો શ્રમિકો પાસે રૂપિયા 800 ટિકિટના 2600 થી 2800 રૂપિયા વસૂલતા હોવા અંગે પોલીસે આ મામલે ગુનો નોંધીને દિનાનાથ રાજારામ મૌર્યા અને વિનય સુરેશ મૌર્યા નામના ઈસમોને અટકાયત કરી હતી હતી. જે બાદમાં બંનેનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ધરપકડ બાદ પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતાં.
First published: May 22, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading