સુરત : અમેરિકન કંપની જેવા ડુપ્લિકેટ માસ્ક વેચતા બે લોકોની ધરપકડ


Updated: July 14, 2020, 4:19 PM IST
સુરત : અમેરિકન કંપની જેવા ડુપ્લિકેટ માસ્ક વેચતા બે લોકોની ધરપકડ
માસ્ક.

આરોપીઓ 500 રૂપિયાના માસ્ક ઓનલાઇન 280 રૂપિયામાં વેચતા હોવાથી શંકા પડી હતી.

  • Share this:
સુરત : કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે સરકારે બહાર નીકળતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. બીજી તરફ મહામારીના આ સમયમાં કેટલાક લોકો ડુપ્લિકેટ માસ્ક વેચીને કમાણી કરી રહ્યા છે. સુરતમાં અમેરિકન કંપનીના નામે ડુપ્લિકેટ માસ્ક (Duplicate Mask) વેચવાની ઓનલાઇન જાહેરાત વેચતા ત્રણ ભાગીદારો પૈકી બે ભાગીદારને પોલીસે પકડી પાડ્યા છે. કંપની વતી નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના યુવાને માસ્કનો ઑર્ડર આપ્યો હતો, જે બાદમાં માસ્કની ડિલિવરી આપવા આવતા બે લોકો ઉધના દરવાજા પાસેથી રંગેહાથ પકડાયા હતા. બંનેને પકડીને પોલીસના હવાલે કરી દેવાયા છે.

કોરોના મહામારીમાં સૌથી વધુ માંગ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની છે. આ સમયે પણ લોકો નકલી વસ્તુ લોકોને આપીને તગડી કમાણી કરવાનું ચૂકતા નથી. આ સમયે અમેરિકાની માસ્ક ઉત્પાદક કંપનીના વેચાણનું ગુજરાતમાં નિરીક્ષણનું કામ કરતા અમદાવાદના ભૂષણભાઈ દાણીને 20 દિવસ અગાઉ જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા માર્ટ વેબસાઈટ ઉપર ગૌરાંગ અશોકભાઈ ખેનીએ કેપ્ટસ એન્ટરપ્રાઇઝ પ્રા.લી. અને મે.ઝેરાબાઈટસ ટેક્નોલોજીના નામે 3 એમ 8210 માસ્ક કંપનીના રૂ.500ના બજારભાવથી ઓછા ભાવ રૂ.280માં વેચી રહ્યા છે.

આરોપી.


કંપનીના માસ્ક જેવા જ દેખાતા માસ્ક હલકી ગુણવત્તાના લાગતા ભૂષણભાઈએ ગૌરાંગનો સંપર્ક કરી તેને રિંગરોડ ટેક્ષટાઇલ માર્કેટ પાસે મળી ઓર્ડરની વાત કરી હતી. અમેરિકનન કંપનીના નામે ડુપ્લિકેટ માસ્ક વેચાણ અંગેની સતત ફરિયાદને લઈને તેમણે સુરત પોલીસનો સંપર્ક કરીને આ ઈસમોને પકડી પાડવા માટે એક પ્લાન તૈયાર કર્યો હતો.

નીચે વીડિયોમાં જુઓ : આજના મહત્ત્વના સમાચાર
ડુપ્લિકેટ માસ્કનું વેચાણ કરતા ગૌરાંગે વરાછા લંબે હનુમાન રોડ ખાતે ભાગીદાર હીરેન ગોહિલ સાથે કંપનીના કર્મચારીની મુલાકાત કરાવી હતી. મુલાકાત કરવા લઇ જતા તેની સાથે વાત કરી 3,000 નંગ માસ્કનો ઓર્ડર આપી એડવાન્સ પેમેન્ટ રૂ.50 હજાર પણ આપ્યું હતું. ગત સાંજે 7 વાગ્યે ગૌરાંગ અને તેનો બીજો ભાગીદાર ધર્મેશ ધીરુભાઈ પાલડિયા ઉધના દરવાજા ખાતે ડુપ્લિકેટ માસ્કની ડિલિવરી આપવા આવતા તેમને રંગેહાથ ઝડપી પાડી સલાબતપુરા પોલીસને સોંપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Published by: Vinod Zankhaliya
First published: July 14, 2020, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading