Home /News /south-gujarat /

સુરત : બિલ્ડર પાસે ખંડણી માંગી ધમકી આપનાર છોટા રાજન ગૅંગના પંજાબી અને કાઠીની ધરપકડ

સુરત : બિલ્ડર પાસે ખંડણી માંગી ધમકી આપનાર છોટા રાજન ગૅંગના પંજાબી અને કાઠીની ધરપકડ

છોટા રાજનના સાગરીતો.

25મી સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતોએ નેહલની હીરા પન્ના ઓફિસમાં ધસી જઈને 10 લાખની માંગણી કરી હતી.

સુરત : થોડા દિવસ પહેલા સુરતમાં છોટા રાજન ગૅંગના ગૅંગસ્ટર અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીના સાગરિતોએ વેસુના બિલ્ડરની ઓફિસમાં ઘૂસી 10 લાખની ખંડણી માંગી ધમાલ માચવી હતી. આ મામલે બિલ્ડર દ્વારા ફરિયાદ કર્યા બાદ આ બંને આરોપી પોલીસ પકડથી દૂર હતા. જે બાદમાં બંનેએ આ બિલ્ડરને ફરીથી ધમકી આપી હતી અને પોલીસ પકડથી નાસતા ફરતા હતા. જોકે, આ ઘટનાને અઢી મહિના પછી પોલીસે બંને આરોપી અને તેના એક સાગરીતની ધરપકડ કરી છે.

સુરતના વેસુના એન્જોય એપાર્ટમેન્ટમાં રહેતો નેહલ કાંતિલાલ નામના બિલ્ડર સિટીલાઇટ ખાતે આવેલા હીરા પન્ના શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવે છે. નેહલ કાંતિલાલને અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતો ખંડણી માટે ધમકી આપતા હતા. 25મી સપ્ટેમ્બરના રોજ અનિલ કાઠી, ધર્મેન્દ્ર પંજાબી અને તેના સાગરિતોએ નેહલની હીરા પન્ના ઓફિસમાં ધસી જઈને 10 લાખની માંગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

નેહલે આ બાબતે ઉમરા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે, ફરિયાદ નોંધાવતા વધુ એક વખત બિલ્ડરને ધમકી આપવામાં આવી હતી. જે મામલે બિલ્ડરે ધમકી આપ્યાની ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદમાં સોમવારે મોડી સાંજે બનેલા નાટ્યાત્મક ઘટનાક્રમમાં અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબીએ સાથે તેનો એક સાગરીત સાથે ઉમરા પોલીસમાં આત્મસમર્પણ કર્યું હતું. પોલીસ સમક્ષ જઈને જ્યારે બંનેએ પોતાની ઓળખ અનિલ કાઠી અને ધર્મેન્દ્ર પંજાબી તરીકે આપી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉમરા પોલીસે રાત્રે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી છે.

પોલીસ પકડમાં આવેલા આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો ધર્મેન્દ્ર પંજાબીએ 1999માં લાકડાના વેપારી દામોદર કચ્છી પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. ઉમરા પોલીસમાં 1999માં પાર્લે પોઇન્ટમાં દુકાન પચાવી પાડવામાં પણ ગુનો નોંધાયો હતો. હંસરાજ ગ્રોવરને ધર્મેન્દ્ર પંજાબી અને છોટા રાજને ધમકી આપી હતી. ફાયરિંગ કરવાનો ગુનો પણ નોંધાયો હતો.

અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે. 25મી જુલાઇ 2019ના રોજ માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિષ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ બે વાર તડીપાર કરાયો છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Chhota Rajan, અંડરવર્લ્ડ, ગેંગસ્ટર, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन