સુરત: અનેક રાજ્યોમાં 18 ગુના આચરનાર કુખ્યાત પીન્ટુ રાજપુત અને વનેસિંહ બે પિસ્તોલ સાથે ઝડપાયા

સુરત: અનેક રાજ્યોમાં 18 ગુના આચરનાર કુખ્યાત પીન્ટુ રાજપુત અને વનેસિંહ બે પિસ્તોલ સાથે ઝડપાયા
પિસ્તોલ સાથે બેની ધરપકડ

સુરત તેમજ અન્ય રાજ્યોમાં કુલ ૧૮ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર ફાયરીંગ પણ કર્યું હોવાની કબુલાત કરી

  • Share this:
સુરત : ડીસીબી પોલીસે બાતમીના આધારે બે ઈસમોને દેશી બનાવટની બે પિસ્ટલ તથા ૩ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચ ઉપર ફાયરીંગ કરનાર કુખ્યાત ગેંગના સાથે હતો તેમજ સુરતમાં હથીયાર બતાવી મહિધરપુરા વિસ્તારમાં લુટ કરી હોવાની કબુલાત કરી હતી.

ડીસીબી પોલીસનો સ્ટાફ સુરતમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે વેળાએ બાતમી મળી હતી કે, બે ઈસમો પિસ્ટલ સાથે સુરત શહેરમાં ફરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિંહ લલિત રાજપૂત અને વનેસીહ દુર્જનસિહ રાજપૂત નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને ઇસમો પાસેથી બે પિસ્ટલ તથા ૩ જીવતા કાર્ટીઝ મળી કુલ ૨૦ હજારની મત્તા કબજે કરી હતી.



પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુસિહ પોતાના ગેંગના સાગરિત અમરસિહ ઉર્ફ્ર અમ્મુ રાજપૂત તથા બીજા ઈસમો સામે મળી સુરતના મહિધરપુરા સુમુલ ડેરી રોડ ખાતેના બંગલામાં ઘરફોડ ચોરીનો ગુનો કરેલ છે, તેમજ રાજસ્થાન ખાતે આવેલા પીણવાડામાં પોતાના સાગરીત દેવીસીહ નામના ઇસમ સાથે મળી પિસ્ટલ વેચાણ કરવા જતા સાગરિત ઝડપાયો હતો અને તે ફરાર થઇ ગયો હતો.

સુરત: 'મને ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન

સુરત: 'મને ગ્રીનકાર્ડ મળી ગયું છે, તારી હવે કોઈ જરૂર નથી', NRI યુવતીની દર્દભરી દાસ્તાન

જ્યારે અન્ય આરોપી વનેસીહ રાજપૂતની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે લુંટ કરવાના ઈરાદે સુરતમાં આવ્યો હતો અને મહિધરપુરા ખાતે આવેલી હીરાની ઓફિસમાં લુટ કરી હતી. આરોપી ગોવર્ધન ઉર્ફે પીન્ટુ પીણવાડા અને ડીસીબી પોલીસ મથકમાં આમસ એક્ટ હેઠળ સંડોવાયેલો હતો, તેમજ મહિધરપુરામાં ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો, જ્યારે આરોપી વનેસિહ મહિધરપુરા, ડીસીબી પોલીસ મથકમાં આમસ એક્ટ હેઠળ સંડોવાયેલો હતો.

સુરત: શાકમાર્કેટમાં દબાણ દુર કરવા ગયેલા મનપા સ્ટાફ પર હુમલો, 'ટેમ્પોમાંથી નીચે ફેંકી દીધો'

સુરત: શાકમાર્કેટમાં દબાણ દુર કરવા ગયેલા મનપા સ્ટાફ પર હુમલો, 'ટેમ્પોમાંથી નીચે ફેંકી દીધો'

આ ઉપરાંત આરોપી સુરત તેમજ અન્ય રાજ્યોમાં કુલ ૧૮ જેટલા ગુનાઓમાં સંડોવાયેલા છે અને તેઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર ફાયરીંગ પણ કર્યું હોવાની કબુલાત કરી છે હાલ ડીસીબી પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
Published by:kiran mehta
First published:December 03, 2020, 19:02 pm