સુરત : શેર દલાલનું અપહરણ કરી 28 કરોડની ખંડણી માંગનારા બે ઝડપાયા, જાણો શું હતો પૂરો મામલો?

સુરત : શેર દલાલનું અપહરણ કરી 28 કરોડની ખંડણી માંગનારા બે ઝડપાયા, જાણો શું હતો પૂરો મામલો?
અપહરણ કરનાર બે આરોપી

યુવક દ્વારા 70 લાખનું રોકાણ કરાવ્યા બાદ રૂપિયા નહીં આપતા હોવાને લઈને અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત આરોપીઓ કરી રહ્યા

  • Share this:
સુરતના ઘોડદોડ રોડ પરથી આજથી ચાર દિવસ પહેલા શેરબજાર સાથે જોડાયેલા યુવકનું અપહરણ કરવામાં આવ્યુ હતું. જોકે પોલીસે યુવકને છોડાવી લીધો હતો અને ત્યારબાદ બે આરોપીની ધરપકડ કરી હતી. અપહરણ પાછળ રૂપિયાની વસુલાત સામે આવી હતી. યુવક દ્વારા 70 લાખનું રોકાણ કરાવ્યા બાદ રૂપિયા નહીં આપતા હોવાને લઈને અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત આરોપીઓ કરી રહ્યા છે, ત્યારે ભોગ બનાર યુવકે રૂપિયા 28 કરોડની વસુલાત માટે અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત કરતા પોલીસે હાલમાં તો આ મામેલ ગુનો નોંધી અપહરણ કરનાર ચારમાંથી બે આરોપીઓને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

સુરતના સૌથી પોસ વિસ્તારમાં એક યુવકનું આજથી ચાર દિવસ પહેલા અપહરણ તેના જ ઘર નજીક આવેલી ઓફિસથી કરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ મામલે તપાસ શરુ કરી ત્યારે ખબર પડી હતી કે, વેસુના કેનાલ વોક શોપર્સ કોમ્પ્લેક્સ બહારથી શેયર દલાલ કમ ફાઈનાન્સર કલ્પેશ કોસમીયાનું શનિવારે રૂપિયાની લેવડ-દેવડમાં અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી શેર દલાલ કલ્પેશને અપહરણ કારોના ચુંગુલમાંથી છોડાવી લીધો હતો અને તેની પૂછપરછ કરતા તેને વરાછા વિસ્તારમાં રહેતા બે યુવકના નામ પોલીસને આપ્યા હતા.જેમાં જીગ્નેશ ઘોરી અને ઉમેશ શંભુ માવાણીના નામ સામે આવ્યા હતા. કલ્પેશ અને આ યુવકોને 2010માં ઓળખાણ થઈ હતી. પોતે શેર બજાર દલાલ તરીકે કામ કરતો હોવાથી ઉમેશે કલ્પેશ પાસે રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જે રૂપિયા કલ્પેશે સમય પ્રમાણે ચૂકવી નાખ્યા હતા, પણ આ ઈસમો દ્વારા તેની પાસેથી રૂપિયા 28 કરોડની ખંડણી માંગવામાં આવતી હોવાની વાત પોલીસને કરી હતી.

સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ બંને ઇસમોની ધરપકડ કરી, વધુ તપાસ માટે ઉંમર પોલીસના હવાલે કર્યા હતા. ત્યાં આરોપીઓની પૂછપરછમાં કલ્પેશ દ્વારા તેમને સ્કીમ બતાવી હતી કે શેરબજારમાં તેના માધ્યમથી રોકાણ કરવાથી 6 મહિનામાં પૈસા ડબલ આપવાની વાત કરી હતી. તેથી ઉમેશે તેના ગૃપમાં વાત કરતા ઉમેશના માધ્યમથી 70 લાખ રૂપિયા કલ્પેશ દ્વારા રોકાણ કરાવ્યા હતા. જોકે સમય વીત્યા બાદ પણ કલ્પેશ પાસે ઉગરાણી કરવા છતાંય રૂપિયા નહીં આપીને વાયદાબાજી કરવામાં આવતી હતી, જેને લઈને તેની સાથે મળીને રૂપિયાની વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો. જોકે પોલીસે આ ઘટનાના સીસીટીવી કબજે કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે, ત્યારે રૂપિયાની લેતી દેતીમાં અપહરણ સામે આવતા પાંચમાંથી બે આરોપીના કોરોના રિપોર્ટ કરાવ્યા બાદ નેગેટિવ આવતા પોલીસે આજરોજ તેમની ધરપકડ કરી છે.
First published:June 24, 2020, 21:09 pm

टॉप स्टोरीज