Home /News /south-gujarat /

સુરત : હીરા દલાલની હત્યામાં નવો વળાંક, રૂ. 30 લાખ ન આપવા પડે તે માટે કૉલગર્લના નામે બદનામ કર્યો

સુરત : હીરા દલાલની હત્યામાં નવો વળાંક, રૂ. 30 લાખ ન આપવા પડે તે માટે કૉલગર્લના નામે બદનામ કર્યો

મૃૃતક કાંતિભાઈ.

ત્રીજી જૂનના રોજ સુરતમાં એક હીરા દલાલની તેના જ એક મિત્ર હીરાના વેપારીએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

સુરત : કતારગામ ખાતે હીરા દલાલ (Surat Diamond Trader)ની તેના જ મિત્ર દ્વારા કરવામાં આવેલી હત્યામાં નવો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આરોપી (Accuse)એ મૃતક હીરા દલાલ પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાનો વીડિયો (Video) બતાવી બ્લેકમેલ (Blackmailing) કરતો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એટલે કે કૉલગર્લ સાથેનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યા બાદ હત્યા કર્યાનું જણાવ્યું હતું. હવે આ મામલે નવો જ ખુલાસો થયો છે. પોલીસને તપાસમાં માલુમ પડ્યું છે કે આરોપીએ હીરા દલાલને રૂ. 30 લાખ ન આપવા પડે તે માટે તેની હત્યા કરીને કૉલગર્લની વાર્તા ઘઢી કાઢી હતી.

આરોપી ગોળગોળ વાત કરતો હતો

હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન આરોપી પોલીસને ગોળગોળ વાતો કરતો હતો. જોકે, પોલીસે રિમાન્ડ મેળવીને ઉલટ તપાસ કરતા આ કેસમાં પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હીરા દલાલીનું કામ કરતા કાંતિ રાખોલિયાએ આરોપી સંદિપને 30 લાખ રૂપિયાના હીરા અપાવ્યા હતા. આ હીરા પરત ન આપવા પડે તે માટે તેણે કાંતિની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી સંદિપે ત્રણ વેપારીને ફોન કરીને એવું પણ કહ્યું હતું કે, તેણે તેમને આપવાના રૂપિયા કાંતિને આપી દીધા છે.

શું હતો બનાવ?

શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા યુવાનની તેના મિત્ર અને હીરા વેપારીએ કરપીણ હત્યા કરી નાખી હતી. આ દરમિયાન હીરા દલાલ તેના મિત્ર હીરા વેપારીને મહિલા સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ (Blackmailing) કરતો હોવાની વાત સામે આવી હતી. જે બાદ હીરા દલાલને કારખાનામાં મળવા માટે બોલાવી તેના મિત્ર હીરા વેપારીએ જ હત્યા કરી નાખી છે.

આ પણ વાંચો : કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો મહત્ત્વનો નિર્ણય : સેનિટાઇઝરને બદલે દેશી પદ્ધતિનો ઉપયોગ થશે હત્યામાં મદદ કરનાર આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થયો

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા અને મહીધરપુરા હીરા બજારમાં હીરા દલાલીનું કામ કરતા કાંતિભાઈ ગોરધનભાઇ રાખોલિયા ત્રીજી જૂનના રોજ બપોર બાદ ગુમ થયાનું માલુમ પડતા પરિવારે આ મામલે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ દરમિયાન મોડી રાત્રે એક યુવાને કતારગામ પોલીસ મથકે આવીને પોલીસને જાણકારી આપી હતી તેનું નામ આશિષ છે. તેના પિતરાઈ ભાઈ જે બપોરથી ગુમ છે તેની હત્યા તેના મિત્ર સંદીપભાઈ વસરામભાઈ પટેલે કરી નાખી છે. તેમજ કતારગામ ગોટાલાવાડીમાં આવેલા બારડોલીયા પ્લોટમાં આવેલ સી/રઘુનંદન એપાર્ટમેન્ટના ત્રીજા માળે તેમની લાશ સંતાડી છે. બનાવ સ્થળે કાંતિભાઈએ પહેરેલા કપડાં અને તેમનું બાઇક સગેવગે કરવા સારૂ સંદીપભાઈ મને સોંપતા હું કામરેજ તરફ મૂકી આવ્યો છું.

આ પણ વાંચો : સુરતમાં માનવતા લજવતો કિસ્સો, સાવકા પિતાએ 9 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ

ગળું દબાવી હત્યા કરી નાખી

આ બનાવમાં આશિષને પસ્તાવો થતા પોલીસ સ્ટેશનમાં પહોંચીને આ પ્રકારની જાણકારી આપી હતી. જે બાદમાં પોલીસે કતારગામ વિસ્તારમાં લક્ષ્મી રેસિડન્સી ગજેરા સ્કૂલ પાસે રહેતા હીરા વેપારી સંદીપભાઇ વસરામભાઇ પટેલની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ કરતા ગતરોજ બપોરના ચારથી સાડા ચાર વાગ્યાના સુમારે કાંતિભાઇ આરોપી સંદીપને મળવા તેમના કારખાનામાં નીચે ગયો હોવાનું માલુમ પડ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, કાંતિભાઈના મોબાઇલમાં મારો એક સ્ત્રી સાથેનો અંગતપળોનો વીડિયો હતો. તેઓ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હતા. જે બાદમાં આરોપી સંદીપે કાંતિભાઈને કારખાનામાં નીચેના ભાગેથી ત્રીજા માળે ઉપર એકાંતમાં લાવી તેમનું કાયમના માટે કાશળ કાઢી નાખવાના ઇરાદે ગડદાપાટુનો માર મારી ગળું દબાવી હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો : સુરતમાં હીરા બજારના 20 હજાર વેપારીઓનો પોકાર, અમારે વેપાર ક્યાં કરવો?

કપડાં કાઢી લાશને રૂમમાં મૂકી દીધી

હત્યા બાદ આરોપીએ લાશના કપડાં કાઢી કારખાનામાં પડેલી દોરીથી હાથપગ બાંધી પ્લાસ્ટિકના એક મીણીયામાં વીંટી દીધી હતી. જે બાદમાં લાશને એક રૂમમાં મૂકી દીધો હતો. ત્યારબાદ આરોપીએ તેના મિત્ર આશિષને ફોન કરી કારખાનાના નીચે બોલાવ્યો હતો. જે બાદમાં આરોપીએ કાંતિભાઈની હત્યા કર્યાનું જણાવ્યા બાદ તેમના કપડાં, બાઇક તથા મોબાઇલનું સીમકાર્ડ કામરેજ તરફ જઇ સગેવગે કરવા તથા નવો મોબાઇલ ફોન લેવા રૂ. 3000 રોકડા આપી કાંતિભાઈના ઘરે તેના સીમ કાર્ડથી ગેરમાર્ગે દોરવા ફોન કરવા જણાવી રવાના કરી દીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Diamond Workers, ગુનો, ડાયમંડ, પોલીસ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन