Home /News /south-gujarat /

સુરત: લો બોલો, હવે ટ્રિપલ તલાકના કાયદાનો પણ તોડ શોધી નાંખ્યો,  આ રીતે થાય છે છટકબારી

સુરત: લો બોલો, હવે ટ્રિપલ તલાકના કાયદાનો પણ તોડ શોધી નાંખ્યો,  આ રીતે થાય છે છટકબારી

આ કાયદાનો તોડ શોધી કાઢવામાં આવ્યો છે.

Surat News: ટ્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યા બાદ હવે આ કાયદાનો પણ તોડ શોધી કાઢવામાં આવ્યો છે.

સુરત: દેશમાં (Triple Talaq) ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યો છે ત્યારથી આ મામલે વિવાદ ચાલી રહ્યો છે. જોકે, સુરતમાં (Surat) કાયદાનું ઉલ્લંઘન પણ થઇ રહ્યું છે. કારણ કે, કાયદો અમલમાં આવ્યા બાદ હવે આ કાયદાનો તોડ શોધી કાઢવામાં આવ્યો છે. હાલ તલાક મામલે વકીલો જે ડોક્યુમેન્ટ બનાવી રહ્યા છે એમાં તલાકની રૂપરેખા એવી રીતે બતાવવામાં આવી રહી છે, જેનાથી કાયદાની છટકબારીનો લાભ મળે.

આ અંગે એડવોકેટ ઇલ્યાસ પટેલ (Advocate Ilyas Patel) કહે છે, છડેચોક છેતરપિંડી ચાલી રહી છે. કાયદાની છટકબારીનો લાભ લેવાય છે. ખરેખર તો જ્યારે-જ્યારે તલાક આપવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ બનાવવાના હોય. ટ્રિપલ તલાકના કાયદાનો છેદ જ ઊડી જાય છે. ડોક્યુમેન્ટમાં દર મહિને એક તલાક બતાવવામાં આવે છે. ધારો કે એક તલાક જાન્યુઆરીમાં આપવામાં આવે તો બીજો ફેબ્રુઆરી અને ત્રીજો માર્ચમાં,સુરતમાં આ રીતે 2300 તલાકનામાં થયાં હોવાનું અગ્રણી નોટરી દ્વારા જણાવાયું હતું. ડોક્યુમેન્ટ પર થતા તલાકની આ તદ્દન નવી જ પ્રથા છે.

અગાઉ આ રીતના તલાકનામાં બનતાં જ ન હતાં. ઘણીવાર મુસ્લિમ દંપતી પરસ્પર સમજૂતીથી તલાક એટલે કે છૂટાછેડા માટે આવે છે. આ સંજોગોમાં નવા કાયદાની મર્યાદાના લીધે તાત્કાલિક તલાક થઈ શકતા નથી, પરંતુ આવાં દંપતી બે સાક્ષી લઈને જ આવે છે, જે લેખિતમાં અલગ-અલગ તારીખે તલાક થયાનું જણાવતા હોય છે.

આમ તો ત્રણ તલાકના અલગ અલગ ડોક્યુમેન્ટ બને છે.પરંતુ આ તો તલાક એકસાથે જ અપાય અને ડોક્યુમેન્ટ એવી રીતે બને કે દર મહિને એક તલાક લાગે. આ ડોક્યુમેન્ટ એક આધાર માટે બનાવવામા આવે છે કે છૂટાછેડા થઈ ગયા. કાયદા અને શરિયત રીતે આ રીતના ડોક્યુમેન્ટને હજી કોઈએ પડકાર્યા નથી. આ નવી જ સિસ્ટમ છે, એટલે હાલ માની લેવાયું છે કે એ યોગ્ય જ છે. તલાકના ડોકયુમેન્ટની આ નવી પ્રથામાં બંને પક્ષની સહમતી હોય છે.

આ પ્રકારના તલાક ગેરકાયદે, 3 વર્ષની સજા અને રોકડ દંડ થઈ શકે છે. આ કાયદા બાદ કોઈપણ સ્વરૂપમાં અપાયેલા ટ્રિપલ તલાક એ પછી મૌખિક હોય, લેખિત હોય કે મેસેજ દ્વારા હોય, એ ગેરકાયદે ગણાશે. એટલું જ નહીં, જે ટ્રિપલ તલાક આપશે તેમને 3 વર્ષની સજા અને દંડ પણ ફટકારવામાં આવશે. આ કેસમાં મેજિસ્ટ્રેટ નક્કી કરશે કે કેટલો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો - સુરત : સુખી સંપન્ન ઘરનો કિસ્સો, પરિણીતાએ કર્યો આપાઘત, સાસરિયા 50 લાખ દહેજ માંગતા હોવાનો આક્ષેપ

એન્કરત્રિપલ તલાક કેટલી વ્યક્તિએ છટકબારી શોધી કાઢી છે અને આ છટકબારી હવે ચલણમાં આવી ગઈ છે. એટલે કે કાયદાની છટકબારીનો લાભ લઈને રોજ  મુસ્લિમ સમુદાયમાં અનેક તલાક થઈ રહ્યા છે. તેને કાયદાકીય રીતે કોઇ પડકરતું નથી એટલે કાયદાકીય પગલાં પણ ભરાતા નથી. જોકે, આવી છટકબારી સાથે થયેલા તલાકને ઈસ્લામિક શરિયત મંજૂર રાખતી નથી. સાથે સાથે વકીલોનું કહેવું છે કે, જો કોઈ પક્ષમાંથી એક પક્ષ આવા છટકબારી સાથેના થયેલા ત્રિપલ તલાકને ચેલેન્જ કરે તો ઘણી મોટી કાયદાકીય લડત પણ થઈ શકે છે.

ત્રિપલ તલાકનો કાયદો અમલમાં આવ્યો જેમાં  કહેવાયું છે કે, કોઈ પણ વ્યક્તિ પોતાની ધર્મપત્નીને તલાક તલાક તલાક એમ બોલીને છૂટાછેડા આપી શકશે નહીં.જોકે કેટલાક લોકોએ આ કાયદાની છટકબારી પણ શોધી કાઢી છે. જેમાં આજે ત્રિપલ તલાકનો કરાર કરવામાં આવે કે નોટરાઇઝ કરવામાં આવે તેના પૂર્વે એકથી બે મહિનાની અંદર જુદા જુદા સમયે બે તલાક આપવામાં આવ્યા છે અને આજે આખરી ત્રીજી વખત તલાક કહેવામાં આવી રહ્યા છે, તેના સાક્ષીની સાથે નોટરાઇઝ લખાણ કરવામાં આવે છે.

આ પણ વાંચો - ગુજરાતીઓ સાચવજો! આજે આ વિસ્તારોમાં ગરમીનો પારો જઇ શકે છે 42 ડિગ્રીને પાર

ઇલિયાસ પટેલ (એડવોકેટ, સુરત) જણાવાે છે કે,બંને પક્ષ તલાક માટે રાજી હોય એટલે કોઈ આ વાતને ચેલેન્જ કરતું નથી. ત્રિપલ તલાકનો કાયદો આવ્યો તેના પહેલા આવા નોટરાઇઝ લખાણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. પરંતુ સુરતની જ વાત કરીએ તો સુરતમાં ત્રિપલ તલાક કાયદાના અમલ પછી 2300 થી વધુ આવા નોટરાઇઝ લખાણ થયા છે. જેની ઉપર તલાક લેવામાં આવ્યા છે.

ત્રિપલ તલાક કાયદાની છટકબારી શોધીને લેવામાં આવતા તલાક એટલે કે છૂટાછેડા ત્રિપલ તલાક કાયદાની વિરુદ્ધ તો છે જ સાથે સાથે ઈસ્લામિક સરીયતની પણ વિરુદ્ધ છે. કાયદાની છટકબારી કદાચ વ્યક્તિ પોતાના તલાકને મંજુર છે એવું માની શકે પરંતુ ઈસ્લામિક સરિયત તલાક મામલે કંઈક અલગ જ કહે છે.

ખાસ કરીને તલાક લેવામાં આવે એ પછી ત્રણ મહિના અને દશ દિવસ સુધી મહિલાએ આલગ રહેવાનું હોય છે. પરંતુ આ કાયદાની છટકબારી મુજબ થતાં ટ્રિપલ તલાકમાં જે દિવસે નોટરાઇઝ કરાય છે લખાણ તેની આગળના સમયમાં પતિ પત્ની સાથે જ રહેતા હોય છે એને ઈસ્લામિક સરિયત મુજબ તલાક ગણવામાં આવતા નથી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ત્રિપલ તલાક, સુરત

આગામી સમાચાર