બારડોલી : 'ઘેર નૃત્ય'ની પરંપરાને જીવંત રાખવા મથી રહેલા આદિવાસીઓ

ઘેરૈયાની મંડળીનો મુખ્ય માણસ માતાજીનો ગરબો ગાય છે અને બીજા ઘેરૈયાઓ તે ગરબો ઝીલે છે.

News18 Gujarati
Updated: October 7, 2019, 11:03 AM IST
બારડોલી : 'ઘેર નૃત્ય'ની પરંપરાને જીવંત રાખવા મથી રહેલા આદિવાસીઓ
ઘેર નૃત્ય કરી રહેલા ઘેરૈયા
News18 Gujarati
Updated: October 7, 2019, 11:03 AM IST
કેતન પટેલ, બારડોલી : નવરાત્રીના નવ દિવસ લોકો જ્યાં માતાજીની આરતી કરી ગરબે ઘૂમતા હોય છે, ત્યારે એક એવો આદિવાસી સમુદાય છે જે નવરાત્રીના નવ દિવસ ગામે ગામ ફરીને પ્રાચીન આદિવાસી ઘેર નૃત્ય કરે છે. આ નૃત્ય કરતા લોકોને ઘેરૈયા કહેવામાં આવે છે. આજના ઈન્ટરનેટના જમાના આપણાં દેશની આ પ્રાચીન અને આદિવાસી સંસ્કૃતિ હવે લોકો ભૂલવા પામ્યા છે.

ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર ઉજવવાની પરંપરા અલગ અલગ હોય છે. આ પરંપરાઓ થકી સમગ્ર વિશ્વમાં ભારત દેશની એક અલગ ઓળખ છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય એટલે ઘેર નૃત્ય જે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે. હવે આ ઘેર નૃત્ય આદિવાસી સમાજમાં પણ મર્યાદિત થઈ ગયું છે. જોકે, ઘેરૈયાઓની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રાયસ કરી રહ્યા છે. આ નૃત્યમાં માત્ર પુરુષો જ હોય છે. જેમાં તેઓ માતાજી જેવો પહેરવેશ ધારણ કરીને રાસ ગરબા રમે છે.ઘેરૈયાઓ સાંસારિક જીવનનો ત્યાગ કરી સ્ત્રી વેશ ધારણ કરીને નૃત્ય કરે છે. આ ઘેરૈયા નૃત્ય દરમિયાન તેમને જે પૈસા મળે છે તે માતાજીના મંદિર માટે અને માતાજીના સેવા કાર્ય માટે ઉપયોગમાં લેતા હોય છે. ઘેર નૃત્ય રજૂ કરતી ટોળકીમાં મુખ્ય પાત્રના હાથમાં મોરના પીંછાઓની પીંછી હોય છે. આ પીંછી ઘેરૈયાઓને ખરાબ નજરથી બચાવે છે. આ પાત્રને કાળી બિલાડી કહેવામાં આવે છે.ઘેરૈયાઓ અલગ અલગ મંડળીઓ બનાવીને ઘરે ઘરે જતા હોય છે. માતાજીના નવરાત્રીના પર્વ દરમિયાન ઘેરૈયાઓ નૃત્યની રમઝટ બોલાવતા હોય છે. સામાન્ય રીતે એવી લોકવાયકા પ્રચલિત છે કે ઘેરૈયાઓ જે ઘરે જાય તેના પરિવારનું કલ્યાણ થાય છે, માતાજી તેમની દરેક મનોકામના માતાજી પૂર્ણ કરતા હોય છે. ઘેરૈયાઓ સાથે સાક્ષાત મા જગદંબેનું પણ તેમના ઘરમાં આગમન થતું હોય છે.
Loading...

ઘેરૈયાની મંડળીનો મુખ્ય માણસ માતાજીનો ગરબો ગાય છે અને બીજા ઘેરૈયાઓ તે ગરબો ઝીલે છે. ઘેરૈયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે હોય છે. ઘેરૈયાઓ વસ્ત્રોનો શણગાર કરી અર્ધનારેશ્વર સ્વરૂપે ગરબે ઘૂમે છે.

First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...