Home /News /south-gujarat /

આદિવાસી કલા-નૃત્ય માણવા હોય તો શનિવારે સુરત પહોંચી જાવ

આદિવાસી કલા-નૃત્ય માણવા હોય તો શનિવારે સુરત પહોંચી જાવ

પ્રતિકાત્મક તસવીર

સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા ‘‘ વિશ્વ આદિવાસી ભાષા વર્ષ’’ નિમિત્તે 23 ફેબ્રુઆરી (શનિવાર)નાં રોજ સુરતમાં સાંજે ૪-૦૦ વાગે આદિવાસી સંસ્કૃતિ ‘‘મેગા મહોત્સવ અને ઉત્થાન પ્રોજેકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

    સુરત: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય દ્વારા ‘‘ વિશ્વ આદિવાસી ભાષા વર્ષ’’ નિમિત્તે 23 ફેબ્રુઆરી (શનિવાર)નાં રોજ સુરતમાં સાંજે ૪-૦૦ વાગે આદિવાસી સંસ્કૃતિ ‘‘મેગા મહોત્સવ અને ઉત્થાન પ્રોજેકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ સુરતમાં એસ.એમ.સી. પાર્ટી પ્લોટ, ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં અઠવા લાઇન્સ ખાતે યોજાશે.

    આદિવાસી સમાજની કલા, ભાષા, અસ્મિતા સંસ્કૃતિ રૂઢી પરંપરા જળવાય રહે તે માટે આદિવાસી મેગા મહોત્સવ-૨૦૧૯ ફૂડ- ફેસ્ટીવલ પણ યોજાશે. આ કાર્યક્રમમાં તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે.

    આ કાર્યક્રમનો મુખ્ય આશય આદિવાસી સમાજના જરૂરતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને મદદરૂપ બનવા માટેનો રહેલો છે.

    આ આદિવાસી સંસ્કૃતિ મેગા મહોત્સવમાં ડાંગી નૃત્ય,ઠાકરે નૃત્ય, કાહળ્યા/તારપા નૃત્ય, તૂર નૃત્ય, એક પાત્રીય અભિનય, ગામીત/ વસાવા સમાજનો ઢોલ, ભીલોડી નૃત્ય, બિરસામુંડા નાટક, ઘેરિયા નૃત્ય, લગ્નગીત, ડોવંડુ નૃત્યની સાથે આદિવાસી (ફૂડ- ફેસ્ટીવલ) ના ૨૫ જેટલા સ્ટોલ હશે. જેમાં નાગલીના રોટલા, ચોખાના રોટલા,કાળી ચા, પનેલા, ભડકું, પનું, ઢીકળા, ઉંડા, વાલ, ઉબાડીયું, વગેરે ખાના- ખજાના સાથે આદિવાસી સંસ્કૃતિ, વારલી પેઇન્ટીંગનો પણ જોવાનો લ્હાવો મળશે.

    આ કાર્યક્રમમાં સમારંભના ઉદ્દઘાટક તરીકે ગુજરાત સરકારના એડીડી.ડી.જી.પી વી.એમ. પારગી, (આઇપીએસ.) અધ્યક્ષ તરીકે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદિપ ગરાસીયા, નિવૃત કલેકટર ઓ આર.જે. પટેલ, આર.એમ. પટેલ સહિતનાં લોકો ઉપસ્થિત રહેશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Culture festival, Tribal art, દક્ષિણ ગુજરાત, સુરત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन