સુરતઃ TRB જવાન ફરી આવ્યો વિવાદમાં, માચીસ મામલે MBBSના બે વિદ્યાર્થીઓને માર્યો માર, થઈ ફરિયાદ


Updated: September 27, 2020, 3:28 PM IST
સુરતઃ TRB જવાન ફરી આવ્યો વિવાદમાં, માચીસ મામલે MBBSના બે વિદ્યાર્થીઓને માર્યો માર, થઈ ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

ટીઆરબી જવાન ગણેશ અને અન્ય બે વ્યક્તિ હાજર હતા. ગણેશે અંકિત પાસે માચીસની પેટી માંગતા અંકિતે આપું છું તેમ કહ્યું તો ગણેશ ઉશ્કેરાઈ ગયો હતો અને માચીસની પેટી ખેંચી લઈ ગાળાગાળી કરી હતી.

  • Share this:
સુરત: શહેરના ટ્રાફિક TRB  જવાન ફરી વિવાદમાં આવ્યા છે. મજૂરા ગેટ સ્થિત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસમાં (MBBS) અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ મોડી રાતે ચા પીવા ગયા ત્યારે માચીસ માંગી TRB જવાના દ્વારા આ બે વિધાર્થીને (Students) ગાળો આપવા સાથે મારમારવામાં આવતા આ બંનેવ વિધાર્થી દ્વારા આ TRB જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરત ટ્રાફિક પોલીસની (surat traffic police) મદદ માટે મુકવામાં આવેલા TRB  જવાનો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી રહ્યા છે. ક્યાંક રૂપિયા લેવામાં તો ક્યાંક પોતાની દાદાગીરી માટે સતત વિવાદમાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ મેડિકલના વિધાર્થીને મારમારવાની ઘટના વિવાદમાં આવ્યા છે. મૂળ રાજસ્થાનનો વતની અને સુરતમાં મજૂરા ગેટ સ્થિત ગવર્નમેન્ટ મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો તેમજ બોયઝ હોસ્ટેલમાં રહેતો રવિકુમાર જગદીશનારાયણ મીના આગામી મહિને યોજાનારી એમ.બી.બી.એસની પરીક્ષા માટે ફાઇનલ યરમાં અભ્યાસ કરતા અંકિત બડગુજર સાથે વાંચે છે.

ગતરાત્રે વાંચતી વખતે ચા પીવાની ઈચ્છા થતા તેઓ એકે વાગ્યે અંકિતની બાઈક ઉપર ઉધના નહેર રોકડીયા હનુમાન મંદિર પાસે ચા પીવા ગયા હતા. તે સમયે ત્યાં ટીઆરબી જવાન ગણેશ અને અન્ય બે વ્યક્તિ હાજર હતા. ગણેશે અંકિત પાસે માચીસની પેટી માંગતા અંકિતે આપું છું તેમ કહ્યું તો ગણેશ ઉશ્કેરાઈ ગયો હતો અને માચીસની પેટી ખેંચી લઈ ગાળાગાળી કરી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'હું મારા દાદાની જેમ ધાબેથી પડીને મરી જઈશ', પતિની ધમકીઓથી કંટાળી છેવટે પત્નીએ નોંધાવી ફરિયાદ

બાદમાં ગણેશ અને તેની સાથેના બે વ્યક્તિએ રવિકુમાર અને અંકિતને માર માર્યો હતો. ત્યારે ગણેશે હાથમાં પહેરેલું કડું અંકિતને માથામાં વાગતા લોહી નીકળવા માંડયું હતું. આથી ટીઆરબી જવાન ગણેશ અને તેની સાથેના બે વ્યક્તિ જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા. ઈજાગ્રસ્ત અંકિતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ રવિકુમારે બનાવ અંગે TRB જવાન ગણેશ અને અન્ય બે વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જોકે આ મામલે પોલીસ ફરિયાદ ના આધારે આ ઈસમો વિરુદ્ધ કાર્યવાહીસાથે તપાસ સાહરુ કરી છે.

આ પણ વાંચોઃ-સાહેબ પહેલા હું બેભાન થઈ, હોશ આવ્યો ત્યારે શરીર પર કપડા ન હતા', અમદાવાદમાં ઉદેપુરની યુવતી સાથે દુષ્કર્મઉલ્લેખનીય છેકે થોડા દિવસ પહેલા હંમેશા વિવાદમાં આવતા ટીઆરબી જવાનની માનવતાનો ચહેરો પણ સામે આવ્યો હતો. ડાંગ જિલ્લાના આહવાના ગામના વતની 19 વર્ષનો યુવાન ઘરેથી કોઈને કહ્યા વગર બસમાં બેસીને આજે સુરત (surat) આવી ગયો હતો. તેની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. મોબાઈલ લેવા માટે તેની પાસે કે પરિવાર પાસે પૈસા ન હોવાથી તે સુરતમાં કમાણી કરીને મોબાઈલ (mobile) લેવાની ઇચ્છા ધરાવતો હતો. આ યુવાન ઘરેથી કહ્યા વગર આવી ગયો હતો. અને એની પાસે પૈસા ન હતા. જેથી તે ખાવાની શોધમાં આમ તેમ શહેરમાં ફરતા ફરતા મજુરાગેટ ખાતે પુલ પાસે પહોંચી ગયો હતો.

આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

પુલ નીચેના ફરજ ઉપર હાજર ટ્રાફિક બ્રિગેડના જવાન લક્ષ્મણ નેપાળી પાસે ખાવાનું માંગ્યું. કંઈક ખાવાનું લઈ આપો તેમ જણાવ્યું. લક્ષ્મણ નેપાળીએ તેને પૂછ્યું ક્યાંથી આવ્યો છે તો તેને જણાવ્યું કે હું ઘરેથી કહ્યા વિના આહવા ખાતેથી અહીંયા કમાવા માટે આવ્યો છું. તેણે પોતાનું નામ સુરજ જયેન્દ્ર ભોયે હોવાનુ જણાવ્યુ.

આ પણ વાંચોઃ-મધ્ય પ્રદેશઃ વિદેશી યુવતીઓ સાથે કરાવાતો હતો દેહવ્યાપાર, પોલીસે 13 યુવતીઓને છોડાવી

અંતરિયાળ આદિજાતિ વિસ્તારમાંથી આવતો સુરજ ભોયેનામનો આ યુવાન શહેરી વિસ્તારથી અજાણ હોવાથી ટ્રાફિક જવાને શું કરવું તે બાબતે મહિલા અને બાળ મિત્રના સુરત શહેરના કોર્ડીનેટર પિયુષકુમાર શાહને ફોન કરીને યુવાન બાબતે જણાવ્યું હતું. પિયુષકુમારે તેને ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેના પરિવારના સભ્યોનો ફોન નંબર તેની પાસેથી લઈ ત્યાં પરિવારના જોડે વાત કરી આ બાળક સુરત આવી ગયો છે તેવી અને જાણ કરો પછી આગળની કાર્યવાહી કરી એ. પરિવાર ના એની માતા જોડે વાત થતાં માતાજી આજે સવારથી જ ક્યાંક ચાલ્યો ગયો છે.

અમે સવારથી શોધખોળ કરી રહ્યા છીએ તમે મહેરબાની કરીને તેને ગામ પાછો મોકલવાની વ્યવસ્થા કરી આપો તેથી લક્ષ્મણ નેપાળી એ તેની પાસેના 200૦ રૂપિયા તેના મિત્ર ને આપ્યા હતા. અને કહ્યું કે ભરપેટ જમાડી દેજો અને બાકીના રૂપિયાથી એને એના ગામમાં આહવા પહોંચી શકે માટે બસમાં બેસાડી એને ટિકિટ લઈ આપજો. આમ એક ઘરેથી ભાગીને આવેલા બાળકને ટીઆરબી જવાની સતર્કતાથી પાછો તેના ગામે હેમખેમ પહોંચાડી શકાયો હતો.
Published by: ankit patel
First published: September 27, 2020, 3:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading