એક પરિવારમાં પુત્રનો જન્મ થતા વ્યંડળો ઘરે પહોંચ્યા પણ પૈસા એટલા માંગ્યા કે.......

પરિસ્થિતિ વધુ વિકટ બની. અભયમની ટીમે વ્યડંળોને ખૂબ સમજાવ્યા. વ્યડંળોએ કહ્યું કે, તેઓ વાર તહેવારે આવુ ન કરીએ તો અમારૂ ગુજરાન કેવી રીતે ચાલે.? અમે તો સમાજ પર નિર્ભર છીએ.”

News18 Gujarati
Updated: December 6, 2018, 4:52 PM IST
એક પરિવારમાં પુત્રનો જન્મ થતા વ્યંડળો ઘરે પહોંચ્યા પણ પૈસા એટલા માંગ્યા કે.......
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: December 6, 2018, 4:52 PM IST
સુરત શહેરમાં એક રહેતા એક સામાન્ય પરિવારમાં થોડા દિવસો પહેલા પુત્રનો જન્મ થયો. પરિવારમાં ખુશનો પાર નહોતો. પુત્રનાં જન્મની વાત વ્યડંળો સુંધી પહોંચી અને પછી તેમની સ્થિતિ કફોડી બની ગઇ. કેમ કે, વ્યડંળોએ પુત્ર જન્મની ખુશીમાં રૂા.૧૧,૦૦૦ માંગ્યા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. તેમની પાસે આટલા બધા પૈસા હતી નહી અને સામે પક્ષે વ્યડંળો રકમ ઓછી લેવા તૈયાર નહોતા.  વ્યડંળો તાજા જન્મેલા બાળકને તેડીને ગીતો ગાવા લાગ્યા હતા. પરિવાહ ગભરાઇ ગયો.

આખરે, ન છૂટકે, પરિવારે મહિલા હેલ્પલાઇન (181) પર ફોન કરી મદદ માંગવી પડી. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કોલ મળતા જ, સુરતનાં ઉમરા પોલીસ સ્ટેશન સ્થિત રેસકયુ વાન તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોચી અને તેમણે વ્યડંળોનાં ગ્રુપને ખૂબ સમજાવ્યા. વ્યડંળો હજુ પણ અક્કડ હતા અને 11,000 રૂપિયા જ લેવા માંગતા હતા.

પરિવારે જણાવ્યું કે, પ્રસૃતિ દરમિયાન ખાસ્સો ખર્ચ થયો હતો. પોતાનું પરિવાર મધ્યમ વર્ગનું હોવાથી આટલી મોટી રકમ આપી શકે તેમ નથી. જો કે, વ્યડંળોએ ખૂબ મોટા અવાજે જણાવ્યું કે, આ તો અમારો હક છે. તમારે આટલી રકમ આપવી પડશે.

મહિલા હેલ્પલાઈન ટીમને પણ વ્યડંળોનાં ગ્રુપને સમજાવ્યું. પણ તેઓ આ ટીમને પણ દાદ આપતા નહોતા. તેમણે તેમની વ્યથા વ્યક્ત કરી. વ્યડંળોએ કહ્યું કે, તેઓ  વાર તહેવારે આવુ ન કરીએ તો અમારૂ ગુજરાન કેવી રીતે ચાલે.? અમે તો સમાજ પર નિર્ભર છીએ.”

પરિસ્થિતિ વધુ વિકટ બની. અભયમની ટીમે વ્યડંળોને ખૂબ સમજાવ્યા. તેમને એમ સમજાવ્યા કે, તેઓ તેમની કામગીરીમાં હસ્તક્ષેપ કરતા નથી. પરંતુ સામેની વ્યકિત આર્થિક રીતે સક્ષમ નથી કે, તમો જે રકમ માંગો છો તે આપી શકે.

ખૂબ રકઝકના અંતે વ્યડંળોએ પરિવાર જે રકમ આપે સ્વીકારવા તૈયાર થયા.અંતે વ્યડંળો 1100 રૂપિયા લઇને પુત્રને ‘આશિર્વાદ’ આપી રવાના થયા.
First published: December 6, 2018
વધુ વાંચો अगली ख़बर