'હું જીંદગીથી કંટાળી ગઈ છું': સુરતમાં બે સંતાનોને દૂધમાં ઉંદર મારવાની દવા પીવડાવી માતાએ પણ દવા પીધી


Updated: June 1, 2020, 11:35 PM IST
'હું જીંદગીથી કંટાળી ગઈ છું':  સુરતમાં બે સંતાનોને દૂધમાં ઉંદર મારવાની દવા પીવડાવી માતાએ પણ દવા પીધી
પ્રતિકાત્મક તસવીર

લતાબેને બંને સંતાનોને હું જીંદગીથી કંટાળી ગઈ છું. જેથી હું મરી જાઉ અને તેમને પણ મારી નાખું તેવું કહી નક્કી કરીને મે ઉંદર મારવાની દવાની ગોળી દુધમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું.

  • Share this:
સુરતઃ સુરતના (surat) મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ મળસ્કે દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો (suicide attempt) પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. માતા-સંતાનનોને સારવાર માટે હોસ્પિટલમાં (hospital) ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ લોક્ડાઉનના કારણે વતનમાં ફસાયેલા પતિને થતા ખાનગી ગાડીમાં સુરત દોડી આવ્યો હતો બનાવ અંગે પોલીસે પતિની ફરિયાદને આધારે પત્ની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસના જણાવ્યા મુજબ મોટાવરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં રહેતા લતાબેન જીતેશ લાઠીયા (ઉ.વ.33)એ શનિવારે મળસ્કે પાંચ વાગ્યે તેની પુત્રી શ્લોકા (ઉ.વ. 16) અને પુત્ર (ઉ.વ.7)ને ઉંઘમાંથી ઉઠાડી દુધ પીવડાવ્યું હતું અને પોતે પણ એક ગ્લાસ દુધ પીધુ હતું.

આ પણ વાંચોઃ- 'હું કોરોના માતા છું'! બિહારમાં શરૂ થઈ 'કોરોના' માતાની પૂજા, અંધવિશ્વાસનો video viral

ત્યારબાદ થોડીવારમાં ત્રણેય જણાને ઉલ્ટી થવા લાગતા લતાબેને બંને સંતાનોને હું જીંદગીથી કંટાળી ગઈ છું. જેથી હું મરી જાઉ અને તેમને પણ મારી નાખું તેવું કહી નક્કી કરીને મે ઉંદર મારવાની દવાની ગોળી દુધમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લતાબેને જાતે જ તેના ભાઈ મનોજ ડાવરાને ફોન કરતા તેઓ દો઼ડી આવી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-Interview: અમિત શાહે કહ્યું, જો મમતા ઈચ્છે છે કે BJP ત્યાં સરકાર ચલાવે તો જનતા આને પુરી કરશે

સામુહિક આત્મહત્યાના પ્રયાસના બનાવની જાણ થતા અમરોલી પોલીસ દોડતી થઈ હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લતાબેનના પતિ જીતેશ લાઠીયા મુંબઈમાં હીરા દલાલીનું કામ કરે છે. અને અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. પરંતુ પત્ની સાથે થતા ઝઘડાથી જીતેશ છેલ્લા દોઢ બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો.આ પણ વાંચોઃ-ગુજરાત કોરોના update: રાજ્યમાં 24 કલાકમાં 423 પોઝિટિવ કેસ સાથે આંકડો 17217એ પહોંચ્યો

અને બે મહિનાથી તેઓ વતન ભાવનગર પાલીતાણીના નવઘણ વદર ખાતે ગયા હતા. લતાબેને પોતે અને સંતાનોને ઝેરી જવા પીવડાવી હોવાની જાણ મામા સસરા નરેશ વઘાસીયાએ કરી હતી. ત્યારબાદ જીતેશ ખાનગી ગાડી કરી સુરત આવ્યો હતો. પોલીસે બનાવ અંગે લતાબેનના પતિ જીતેશ લાઠીયા (રહે, નાના વરાછા યોગીચોક સાવલીયા સર્કલ પાસે સાવંત  પ્લાઝા)ની ફરિયાદ લઈ લતાબેન સામે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published: June 1, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading