સુરત: ટ્રાફિક પોલીસે ગાડીને લોક મારતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે મારામારી


Updated: February 7, 2020, 11:27 PM IST
સુરત: ટ્રાફિક પોલીસે ગાડીને લોક મારતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે મારામારી
સુરતમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિકો વચ્ચે મારામારી

હંગામો કરનાર 3 લોકોની પોલીસે સરકારી કામમાં રુકાવટ નાખવાના ગુનામાં ધરપકડ કરી હતી

  • Share this:
ટ્રાફિક નિયમો વધારે કડક બનાવ્યા બાદ રાજ્ય સહિત દેશભરમાં ટ્રાફિક પોલીસ અને સામાન્ય પ્રજા વચ્ચે ઘર્ષણની ઘટનાઓ સામે આવી રહી છે, આજ રીતે સુરતમાં પણ ફરીએ એક વાર અને લોકો અને ટ્રાફિક મુદ્દે મારામારી સાથે હંગામાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ વખતે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગમાં પાર્ક કરાયેલી કારને લોક મારવામાં આવ્યું હતું, જેને લઈને હંગામો થયો હતો. જોકે પોલીસની ફરજમાં રુકાવટ કરવાના કેસમાં 3 લોકોની પોલીસે અટકાયત કરતા સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હંગામો કર્યો હતો.

સરકાર દ્વારા સુધારેલો મોટર વેહિકલ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારથી અન્ય શહેરોની જેમ સુરતમાં પણ પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષના બનાવો સામે આવતા હોય છે. કારણ કે નવા એક્ટ મુજબ દંડની રકમમાં જે રીતે વધારો થયો છે તેને લઇને સૌથી વધુ માથા ફૂટ થઈ રહી છે. આવી જ એક ઘટના આજ રોજ બનાવ પામી છે, સુરતના વરાછા વિસ્તારમાં. અહીં ત્રીકમનગર-1 ખાતે નો પાર્કિંગમાં પાર્ક કરેલી કારને લોક મારવામાં આવ્યુ હતું.

ટ્રાફિક પોલીસ દ્વારા લોક મારતા સોસાયટીના રહીશો ભેગા થઇ ગયા હતા અને હંગામો કર્યો હતો. આ હંગામો જોત જોતામાં ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો, જોત જોતામાં રસ્તા પર જ મારામારી શરુ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતા વરાછા પોલીસ તત્કાલિન બનાવવાળી જગ્યા પર દોડી આવી હતી, અને હંગામો કરનાર 3 લોકોની પોલીસના સરકારી કામમાં રુકાવટ નાખવાના ગુનામાં ધરપકડ કરી હતી. આ ઘટનાએ લઇને સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ મામલે પોલીસ પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
First published: February 7, 2020, 9:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading