દંડ ભરીશુ પણ ટ્રાફિક નિયમ નહી પાળીએ! સુરતીલાલાઓએ 7 દિવસમાં 1 કરોડ દંડ ભર્યો

News18 Gujarati
Updated: November 8, 2019, 9:16 PM IST
દંડ ભરીશુ પણ ટ્રાફિક નિયમ નહી પાળીએ! સુરતીલાલાઓએ 7 દિવસમાં 1 કરોડ દંડ ભર્યો
સુરતીલાલાઓએ ટ્રાફિક નિયમ તોડી 7 દિવસમાં 1 કરોડ રૂપિયા દંડ ભર્યો

આપ સુરત શહેરમાં રહો છો અને આપ જો ટ્રાફિકના નિયમનુ પાલન નથી કરી રહ્યા તો ચેતી જાઓ

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત: 1 નવેમ્બરથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારથી જ રાજ્યના દરેક શહેરોમાં ટ્રાફિક નિયમન કરાવવા માટે પોલીસ આગળ આવી છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પણ નિયમનની કામગીરી કડક રીતે શરૂ કરી દેવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસે જાહેર કરેલા આંકડા પ્રમાણે પોલીસે 84.27 લાખનો દંડ વસૂલ કર્યો છે.

આપ સુરત શહેરમાં રહો છો અને આપ જો ટ્રાફિકના નિયમનુ પાલન નથી કરી રહ્યા તો ચેતી જાઓ. આ ન્યુઝ આપના માટે લાવી રહ્યું છે ચેતવણી, શહેર પોલીસે નવા મોટર વ્હીકલ એક્ટની અમલવારી ચુસ્ત પણે શરૂ કરાવી દીધી છે. આ અમલવારી છેલ્લા 7 દિવસથી ચાલી રહી છે સાથે સાથે હજુ આવનારા દિવસોમાં જ્યાં સુધી સુરતીઓ ટ્રાફિક નિયમનનો ચુસ્તપણે અમલ નહીં કરે ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ જ રહેશે.

પોલીસ દ્વારા સુરત શહેરના વિવિધ 60 જેટલા પોઇન્ટ નક્કી કરવામાં આવ્યા છે ત્યાં પોલીસ સતત ફરજ બજાવી હેલમેટ, પીયુસી, એચએસઆરપી નંબર પ્લેટ વગર હોય તેવા લોકો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા સતત કામગીરીને પગલે કેટલાક સુરતવાસીઓ હેલમેટ સાથે હવે દેખાઇ રહ્યા છે પરંતુ હજુ માત્ર દંડની બીકે મેઈન રસ્તાઓ પર જ હેલમેટ પહેરીને લોકો વાહન ચલાવે છે, એટલે કે સલામતી માટે હેલમેટ પહેરવું જોઈએ તેવી અવરનેસ જોવા નથી મળી રહી.

રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ બે વખત તેને લંબાવવામાં આવ્યા હતા. જોકે ૧લી નવેમ્બરથી શરૂ થયેલા મોટર વ્હીકલ એક્ટ નું એક અઠવાડિયું પૂરું થયું છે, જેના એક અઠવાડિયા દરમિયાન સુરતીઓએ અધધદંડ ભર્યો છે. દ્વિચક્રીય વાહનો પાસેથી પોલીસે 16967 રસીદો બનાવી હતી. જેમાંથી 65,51,400 દંડ વસૂલ કર્યો હતો. જ્યારે ઓટો રીક્ષા અને ટેમ્પોમાં પોલીસે 505 કેસો કર્યા હતા. અને આ 505 કેસોમાં પોલીસ 2,67,700નો દંડ વસૂલ કર્યો હતો. કાર ચાલકોની વાત કરીએ તો કાર ચાલકો સામે ટ્રાફિક પોલીસે 2990 કેસો કર્યા હતા. જેમાં 15,42,500 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. ફોર કે તેથી વધુ વહીલના મામલે 66 કેસો થયા હતા. જેમાં 66,000નો દંડ વસૂલ કરાયો હતો.

આમ શહેર ટ્રાફિક પોલીસે 7 દિવસ માં 20,528 કેસો કરી 84,27,600નો દંડ વસૂલ કર્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી દંડનીય કાર્યવાહીને કારણે સુરત ખાવા પીવા અને જલસા માટે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે ત્યારે હવે દંડ ભરવામાં પણ સમગ્ર દેશમાં પ્રખ્યતા થશે એવું લાગી રહ્યું છે.
First published: November 8, 2019, 8:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading