વેપારીઓના હાલ બેહાલ! સુરતઃ coronaના બીજા રાઉન્ડના કારણે વેપારીઓને રૂ.2500 કરોડના નુકસાનની ભીતિ

વેપારીઓના હાલ બેહાલ! સુરતઃ coronaના બીજા રાઉન્ડના કારણે વેપારીઓને રૂ.2500 કરોડના નુકસાનની ભીતિ
પ્રતિકાત્મક તસવીર

દિવાળી બાદ કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને બહાર ગામથી આવતા વેપારી માલ લેવા આવવાનું ટાળી રહ્યા છે.

  • Share this:
સુરતઃ શહેરમાં કોરોના (corona) મહામારીનો બીજા રાઉન્ડને લઈને સુરતના (surat) કાપડ વેપારીને (Textile merchant) મોટા નુકસાન વેઠવાની વારી આવી છે. કારણકે કોરોના અનલોક (unlock) અને દિવાળીની (Diwali) ઘરાકી સામે આવતા આગામી આવતા તહેવારને લઈને વેપારી મોટા પ્રમાણમાં માલ સ્ટોક કર્યો હતો. પણ બીજા રાઉન્ડને લઈને વેપાર નહીં થતા વેપારી 2500 કરોડનું નુકસાન વેઠવાની વારી આવી છે.

સુરત આમતો સિલ્ક સીટી તરીકે ઓળખાય છે અને વિશ્વનું સૌથી મોટું કાપડ બજાર સુરતમાં આવ્યું છે. જોકે કોરોનાને લઈને સુરત કાપડ બજારમાં વેપારી મોટું નુકસાન વેઠવાની વારી આવી હતી. પણ અનલોક બાદ જે રીતે દિવાળીની ગ્રાહકી સામે આવતા આગામી દિવસમાં આવતા તહેવારને ધ્યાને લઈને ગત વર્ષનું નુકસાન નહીં થઈ તે હિસાબે વેપારીઓએ આગમી દિવસમાં આવતી પોંગલ અને ખાસ કરીને ક્રિસ્મસ અને લગ્ન સીઝન માટે વેપારીઓ તૈયાર થયા છે.વેપારીઓને લગ્ન (marriage) અને ક્રિસમસમાં (Christmas) 1500 કરોડ રૂપિયાનો વેપાર થતો હોવાને લઈને વૈપારી તૈયારી કરી નાંખી છે. દિવાળી બાદ કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થતાં જ સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને બહાર ગામથી આવતા વેપારી માલ લેવા આવવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી

જોકે, સુરત સાથે અનેક રાજ્યોમાં રાત્રી કર્ફ્યૂ (Night curfew) લાગ્યો છે. જેના કારણે માલની માંગ ધાર્યા પ્રમાણે નીકળી નથી. જેના પગલે વેપારીઓને માથે હાથમૂકીને રડવાનો વારો આપ્યો છે. જો આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આ વર્ષે પણ વેપારીઓને રડવાનો વારો આવશે અને અંદાજે 2500 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ-પ્રેમિકાને મળીને પરત ફરતા પ્રેમીને રાતના અંધારામાં ગામ લોકોએ પકડ્યો, નીકળ્યો પોલીસકર્મી પછી થઈ જોવાજેવી

સુરતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો રવિવારે વધુ 278 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ (corona positive) આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં (surat corona update) 223 જયારે ગ્રામીણ વિસ્તારમાં 55 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 43389 પર પહોંચી છે, જયારે આજે 3 લોકોના કોરોનાથી (covid-19) મોત સાથે મરણ આંક 1059 પર પહોંચ્યો છે, તેવામાં આજે 216 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ

કોરોના વાયરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 278 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 223 કેસ નોધાયા છે.આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 31946 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 55 કેસ સાથે દર્દી સંખ્યા 11443 પર પહોંચી છે.કુલ દર્દી સંખ્યા 43389 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 3 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 1059 થયો છે.
Published by:ankit patel
First published:November 30, 2020, 16:14 pm