સુરત : સોનામાં રોકાણ કરાવતી પેઢીનું લાખોમાં ઊઠમણું, 16% વ્યાજની લાલચ આપી છેતર્યા


Updated: October 26, 2020, 6:23 PM IST
સુરત : સોનામાં રોકાણ કરાવતી પેઢીનું લાખોમાં ઊઠમણું, 16% વ્યાજની લાલચ આપી છેતર્યા
પ્રતિકાત્મક તસવીર

સોનામાં (Gold) આગ ઝરતી તેજી વચ્ચે સુરતમાં એક ગોલ્ડમાં રોકાણ કરાવી અને સામે થોડું સોનું બાકીની રકમનું ઊંચું વ્યાજ આપતી પેઢીએ ચૂનો ચોપડ્યો

  • Share this:
સુરત : સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સુરતમાં એક ગોલ્ડ ટ્રે઼ડિંગ કંપનીના ઉઠમણાની ખબરો સામે આવી રહી છે. શહેરના ધોડદોડ રોડ  વેસ્ટ ફિલ્ડ શોપીંગ સેન્ટરમાં પહેલા માળે આવેલ ટ્રેડ ગોલ્ડ માઈન કંપની દ્વારા લોકોને મહિને 16 ટકા જેટલા ઉંચા વ્યાજે વળતર આપવાની લાલચ આપી અલગ અલગ સ્ક્રીમમાં રોકાણ કરાવ્યા બાદ કંપનીના સંચાલકો તાળામારી રફુચક્કર થઈ ગયા હતા.ઠગાઈનો ભોગ બનેલા પૈકી સરથાણાના યુવકના રૂપિયા 3.67 લાખ ફસાયા હતાï. પોલીસે યુવકની ફરિયાદ લઈ એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં ભોગ બનેલા 12 લોકો સામે આવતા ઠગાઈનો આંકડો મોટો અને લાખોમાં પહોંચવાની શક્યતા છે.  આમ સોનાના રોકાણની લલાચે સુરતના કેટલાક રોકાણકારો પર ચૂનો ચોપડવામાં આવ્યો છે.

છતેરપિંડીની ઘટનાની વિગત એવી છે કે  સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ જકાતનાકા નજીક અક્ષરધામ સોસાયટીમાં રહેતા શાંતીલાલ ગોરધનભાઈ સુવાગીયાએ ઘોડદોડ રોડ સુર્ય કિરણ કોમ્પ્લેક્ષની સામે વેસ્ટ ફિલ્ટ ફિલ્ડ શોપીંગ સેન્ટરમાં આવેલી ટ્રેડ ગોલ્ડ માઈન નામની કંપનીમાંï ગત તા ૧૩મી ઑક્ટોબર 2019ના રોજ કુલ રૂપિયા 3,67,980 રૂપિયાનું રોકાણ કયું હતું. શાંતીલાલને કંપનીના સંચાલક શિવમ શ્રવણ તિવારી અને મનોજે તેમની કંપનીની અલગ અલગ સ્ક્રીમોમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી હતી.

આ પણ વાંચો : જૂનાગઢ : ધારાસભ્યએ કહ્યું, 'ગિરનાર રોપ-વેનું ભાડું પાવાગઢ કરતાં 6 ગણું વધારે, ભાવ ઘટાડો'


તેમની લોભાણી વાતોમાં આવી શાંતીલાલે શરૂઆતમાં 14 હજારનું રોકાણ કરતા સામે 2 ગ્રામનું ગોલ્ડ આપ્યું હતુ અને દર અઠવાડિયામાં રોકાણ કરેલી મુડી ઉપર 4 ટકા વ્યાજ એટલે  મહિને 16ટકા વ્યાજ 36 મહિના સુધી આપવાની લાલચ આપી હતી. આરોપીઓની  લોભામણી સ્ક્રીમમાં આવીને શાંતીલાલે ટુકડે ટુકડે કરીને રોકાણ હતું.  શરૂઆતમાં  શિવમ અને મનોજે સમયસર વ્યાજ ચુકવી વિશ્વાસમાં લીધા બાદ રોકાણ કરેલ મુડી કે વળતર નહી આપી દુકાન બંધ કરી રફુચક્કર થઈ ગયા હતા.

આ પણ વાંચો :  સુરત : માથાભારે શખ્સની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, ફરી ધોળેદિવસે ખેલાયો ખૂની ખેલશિવમ અને મનોજના ઉઠમણામાં શાંતીલાલ સહિત અનેક લોકોના નાણા ફસાયા છે. બનાવ અંગે ઠગાઈનો ભોગ બનેલા શાંતીલાલ સુવાગીયાની ફરિયાદ લઈ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોîધી શિવમ તિવારીની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં આરોપીની ઠગાઈનો ભોગ બનેલા અન્ય 12 જણા પણ સામે આ્વ્યા છે જેથી ઠગાઈનો આંકડો વધે તેવી શકયતા છે.
Published by: Jay Mishra
First published: October 26, 2020, 6:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading