ટ્રેનમાં નેતાઓની મજાક કરીને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, થઇ ધરપકડ

અવિનાશ રમકડા વેચતા વેચતા નેતાઓની મિમિક્રી કરે છે. જેમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો.

News18 Gujarati
Updated: June 1, 2019, 4:13 PM IST
ટ્રેનમાં નેતાઓની મજાક કરીને સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, થઇ ધરપકડ
અવિનાશ દુબેનાં વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર
News18 Gujarati
Updated: June 1, 2019, 4:13 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : રેલવે પોલીસ ફોર્સે સુરતનાં અવિનાશ દુબે નામના રમકડા વેચનાર ફેરિયાની ધરપકડ કરી લીધી છે. જે ઘણાં દિવસથી તેના આગવા અંદાજને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો હતો. અવિનાસ આમ તો બનારસનો છે પરંતુ તે સુરતની આસપાસની ટ્રેનોમાં રમકડા વેચતા વેચતા નેતાઓની મજાક કરે છે. જેમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. આ ફેરિયાને  રેલવે કોર્ટે રૂપિયા સાડા ત્રણ હજારનો દંડ અને 10 દિવસની સજા કરી છે.

આ પણ વાંચો : VIRAL VIDEO: ઇડલી-ચટણી બનાવવા માટે ટોયલેટનાં પાણીનો કરાતો ઉપયોગ

આરપીએફે અવિનાશ પર ટ્રેનમાં ગેરકાનુની રીતે ઘુસીને જોર જોરથી બૂમો પાડી તથા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા સહિત અન્ય મામલામાં એફઆરઆઈ નોંધી છે. અવિનાશ પર ગૈર કાનુનીરીતે સામાન વેચવાનો પણ આરોપ છે.જોકે સોશિયલ મીડિયામાં લોકો આ રમકડા વેચનાર ફેરિયાની પ્રસંશા કરતો દેખાય છે.

આ પણ વાંચો : TMC સાંસદ મિમી ચક્રવર્તી એન નુસરત જહાંએ કર્યો બોલ્ડ ડાન્સ, વીડિયો VIRAL
વીડિયોમાં જ્યારે આ ફેરીયાને પૂછ્યું કે તમારૂં નામ શું છે? 'મારૂં નામ અવધેશ દુબે, દેખે નહીં 5-6 કો ઇધર હીં લે ડૂબે. નામ હી પ્રોબલેમ હે હમારા.'
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...