સુરતમાં સ્થિતિ ગંભીર! આજે Record બ્રેક 196ને Corona ચોંટતા ફફડાટ, જાણો કયા વિસ્તાર Danger બન્યા


Updated: June 26, 2020, 8:32 PM IST
સુરતમાં સ્થિતિ ગંભીર!  આજે Record બ્રેક 196ને Corona ચોંટતા ફફડાટ, જાણો કયા વિસ્તાર Danger બન્યા
પ્રતિકાત્મક તસવીર

અત્યાર સુધી તો કોરોના શહેરમાં હાહાકાર મચાવતો હતો, આજે પ્રથમ વખત સુરત જિલ્લામાં પણ વધારે કેસ નોંધાતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે.

  • Share this:
સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ196 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 161 જયારે ગ્રામીણ વિસ્તારમાં 35 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 4452 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 161 પર પહોંચ્યો છે, તેવામાં આજે 161 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા196 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 161 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા3997  જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 35 કેસ સાથે દર્દી સંખ્યા 455 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 4452 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક161 થયો છે. જેમાંથી 9 મૃત્યુ જિલ્લાના છે અને 152 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 62 જ્યારે જિલ્લામાં આજે 5 દર્દીને રજા આપતા, કુલ 67 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 2736 થઈ છે. જેમાંથી જિલ્લાના 242 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 14, વરાછા એ ઝોનમાં 22. વરાછા બી 21 રાંદેર ઝોન 14, કતારગામ ઝોનમાં 41, લીબાયત ઝોનમાં 22, ઉધના ઝોનમાં 10 અને અથવા ઝોનમાં 17 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે  વરાછા એ ઝોન વરાછા બી ઝોન અને લીબાયત ઝોનમાં માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે ઉધના અને અથવા ઝોનમાં પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે  ત્યારે  તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે

જોકે જિલ્લામાં  ચોર્યાસી 8.ઓલપાડ 7, કામરેજ 7,પલસાણા10, , માંડવી 1અને માંગરોળ 2   કેસ નોંધાતા કોરોના વાઇરસ આવ્યા બાદ, સુરત જિલ્લા સૌથી વધુ કેસ પહેલી વાર નોંધાયા છે જેમાં કામરેજ ખાતે 18 કેસ એક સાથે નોંધાતા  સુંર્ત જિલ્લા આરોગ્ય વિભાગ   પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
First published: June 26, 2020, 8:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading