સુરત : લુખ્ખા તસ્કરોનું 'હાઇટેક દિમાગ,' લાખોનો માલ ચોર્યો! પુરાવા ભૂંસવા કર્યુ વિચિત્ર કામ

સુરત : લુખ્ખા તસ્કરોનું 'હાઇટેક દિમાગ,' લાખોનો માલ ચોર્યો! પુરાવા ભૂંસવા કર્યુ વિચિત્ર કામ
સુરતમાં રાત્રિ ક્રફ્યૂનો સમયગાળો વધ્યાના પ્રથમ દિવસે જ તસ્કરોએ કરી 'રાતપાળી'

સુરતમાં રાત્રિ ક્રફ્યૂનો સમયગાળો વધ્યાના પ્રથમ દિવસે જ તસ્કરોએ હાથસાફ કર્યો

  • Share this:
વધતાં કોરોના સંક્રમણને કારણે કરફ્યૂના સમયમાં પણ વધારો કરયાના પ્રથમ દિવસે જ સુરતના ભેસ્તાનની ટોબેકોની દુકાનને નિશાન બનાવી 3.73 લાખની કિંમતના ગુટખા-સિગારેટની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે જોકે ચોરી કરવા આવેલા ચોર દુકાનમાં રહેલા સીસી ટીવી માકેદ થઇ જતા પોલીસે આ મામલે શરૂ કરી છે તપાસ

સુરત માં સતત તસ્કરો બેકાબુ બનિયા છે ત્યારે દરોજ કઈ પણ જગિયા પર નિશાન બનાવી ને ચોરી કરતા હોય છે ત્યારે ગતરોજ થી કોરોના લઈને સરકાર ધવરા રાત્રે 9 વાગીયાથી કર્ફ્યુ ની જાહેરાત બાદ તેનો અમલ સાહરુ કરવામાં આવીયો છે ત્યારે પહેલાં દિવસે તસ્કરોએ પોતાનો કસાબ અજમાવીને ચોરી કરતા ચકચાર મચી જવા પામ્યો છે.સુરતમાં તમાકુ પણ 'અસલામત'


આ પણ વાંચો :    સુરતમાં Coronaની સુનામી : આજે બપોર સુધીમાં જ નવા કેસ ત્રિપલ સેન્ચ્યુરી નજીક

સુરતના  ઉનગામ યુવાન સોસાયટીમાં રહેતાં રફીક લાખાણી ભેસ્તાન ભગવતી નગરમાં લાખાણી ટોબેકોના નામે સિગારેટ, બીડી, ગુટખા અને પાન મસાલાનો વેપાર કરે છે. શુક્રવારે સવારે દુકાન ખોલવા ગયેલા આ વેપારીને દુકાનની શટરના ત્રણેય તાળા તૂટેલા જોવા મળ્યા હતા. દુકાનની અંદર જતાં તેની સ્થિતિ પણ સારી ન હતી. અંદરથી સિગારેટ, બીડી અને ગુટકાનો સામાન ચોરી થઈ ગયો હતો.

તસ્કરો આખેઆખા કાર્ટુન લઈ ગયા હતા. દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતાં પાંડેસરા પોલીસની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. ગણતરી કરવામાં આવતાં 3.73 લાખની કિંમતનો સામાન ચોરી થઈ ગયો હતો. કોણ ચોરી ગયું તે સીસીટીવીમાં ન આવે તે માટે તસ્કરો દુકાનમાંથી સીસીટીવીનું ડીવીઆર ચોરી ગયા હતા.

આ પણ વાંચો : જૂનાગઢ: લૂંટેરી દુલ્હનનો વધુ એક 'શિકાર', લગ્નના દસ દિવસમાં યુવતી રફુચક્કર

ઉલ્લેખનીય છે કે શહેરમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી શુક્રવારથી કરફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. ત્યારે ગુટખા અને સિગારેટના શોખીનો ચિંતામાં પડ્યા છે. અને ગત વર્ષની જેમ અછતનો સામનો ન કરવો પડે તે માટે તેનો સ્ટોક કરી રહ્યા છે. ત્યારે કરફ્યૂના વધારાના પહેલા દિવસે ગુટકાની દુકાનમાં થયેલી લાખોના સિગારેટ-ગુટકાની ચોરીએ ચર્ચા જગાવી છે જોકે ચોરી કરવા આવેલા તર્કસારો દુકાનમાં રહેલ સીસી ટીવી માં કેદ થઇ જતા આ મામલે ગુનો નોંધ પોલીસે આ મામલે સીસીટીવી મદદથી વધુ તપાસ સાહરુ કરી છે
Published by:Jay Mishra
First published:March 20, 2021, 18:27 pm

ટૉપ ન્યૂઝ