સુરત : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બસનું ટાયર ફાટતા ટ્રાફિક જામ

News18 Gujarati
Updated: October 6, 2019, 12:21 PM IST
સુરત : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બસનું ટાયર ફાટતા ટ્રાફિક જામ
બસનું ટાયર ફાટતા ટ્રાફિક જામ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ પણ હતી, આગળ-પાછળ પોલીસની ગાડી હોવાથી કૌતુક સર્જાયું હતું.

  • Share this:
કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં ઇન્ટરનેશનલ મહિલા ટી-20 ક્રિકેટ મેચ પૂર્ણ કર્યા બાદ ભારતીય મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકા ટીમ વડોદરા જવા માટે નીકળી હતી. આ સમયે ટીમ સરથાણા ઓવર બ્રિજ ખાતે પહોંચી હતી ત્યારે બસનું ટાયર ફાટી ગયું હતું. બસની આગળ અને પાછળ પોલીસની ગાડી હોવાથી બસમાં કોણ લોકો મુસાફરી કરી રહ્યા છે તે બાબતે લોકોમાં કૌતુક સર્જાયું હતું.

સુરતમાં ઇન્ટરનેશનલ ટી-20 મેચનું શુક્રવારે સમાપન થયા બાદ શનિવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ,ડોક્ટર, મેનેજર અને કોચ સાથે બે બસો વડોદરા જવા નીકળી હતી. જેમાં એક બસમાં ભારતીય ટીમ સહિત 22 લોકો હતા. પાછળ બીજી બસમાં દ.આફ્રિકાની મહિલા ટીમ, મેનેજર અને કોચ સહિતનો સ્ટાફ હતા. બંને ટીમો સાથે પોલીસનું આગળ પાયલોટીંગ અને પાછળ એસ્કોટીંગ હતું.

શનિવારે બપોરે 12 વાગ્યાના અરસામાં ટીમ સરથાણા વિસ્તાર આવેલા બ્રિજથી પસાર થતી હતી તે સમયે ભારતીય મહિલા ટીમ જે બસમાં હતી તે બસનું ટાયર અચાનક ફાટ્યું હતું. આ સમયે બ્રિજ પર પોલીસની ગાડીના સાયરન વાગતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. લોકો વિચાર રહ્યા હતા કે આ બસની આગળ-પાછળ પોલીસ કેમ છે?ટાયર ફાટ્યા બાદ પોલીસે સ્થાનિક પંક્ચર વાળાને બોલાવ્યો હતો. જોકે, બસમાં 22 લોકો સવાર હોવાથી પોલીસે નજીક આવેલી ટ્રાવેલ્સની પાસેથી બીજી બસની વ્યવસ્થા કરી હતી. આશરે લગભગ એકાદ વાગ્યે ભારતીય મહિલા પ્લેયરોને બીજી બસમાં શિફટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ટીમ વડોદરા જવા રવાના થઈ હતી. આ ઘટના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. લોકો વિચારમાં પડી ગયા હતા કે બસમાં એવું તો શું છે જેનાથી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

First published: October 6, 2019, 12:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading